કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં લાલપુર ખાતે ”માં ઉપવન” નું નિર્માણ કરાયું

હિન્દ ન્યુઝ, જામનગર 

     વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશવાસીઓને પર્યાવરણના જતન માટે ”એક પેડ માં કે નામ” ઝુંબેશમાં ભાગ લેવા માટે અપીલ કરી છે.

જે અન્વયે જામનગર જિલ્લાના લાલપુર ગામે પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, કલાઈમેટ ચેન્જ વિભાગના મંત્રી મુળુભાઈ બેરા નાં વરદહસ્તે લાલપુર ખાતે “માં ઉપવન” નું નિર્માણ કરવામાં આવ્યું હતું.

સામાજિક વનીકરણ વિભાગ, દેવભૂમિ દ્વારકા અને ગ્રામ પંચાયત, લાલપુર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં 400 જેટલા વડ, પીપળ, આંબા, કરંજ અને લીમડાના રોપાનું મહાનુભાવોના હસ્તે લાલપુર ખાતાકીય નર્સરી ખાતે વાવેતર કરવામાં આવ્યું હતું. તેમજ કેબિનેટ મંત્રીશ્રીએ ઉપસ્થિત ગ્રામજનો સાથે સંવાદ સાધ્યો હતો અને તેમના પ્રશ્નો અંગે યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું.

આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ પ્રવિણસિંહ જાડેજા, લાલપુર ગ્રામ પંચાયત સરપંચ જયેશભાઈ તેરૈયા, રેન્જ ફોરેસ્ટ ઓફિસર મરિન નેશનલ પાર્ક પ્રતીક જોશી, રેન્જ ફોરેસ્ટ ઓફિસર સામાજિક વનીકરણ રેન્જ લાલપુર પાયલબેન જોશી, અગ્રણી રમેશભાઈ મૂંગરા, દિલીપભાઈ ભોજાણી, વિવિધ પદાધિકારીગણ, લાલપુર તાલુકા પંચાયતના સભ્યો, આજુબાજુના ગામોમાંથી પધારેલા આગેવાનો, શાળાના બાળકો તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.


Advt.

 

 

 

 

 

 

Related posts

Leave a Comment