જામનગર આઈ.ટી.આઈ.ખાતે સમર સ્કીલ વર્કશોપનું આયોજન કરાયું

હિન્દ ન્યુઝ, જામનગર

    જામનગર આઈ.ટી.આઈ.માં સમર સ્કીલ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આઈ.ટી.આઈ.માં ચાલતા મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, સિવિલ, ઓટોમોબાઇલ, ફેબ્રિકેશન, કોમ્પ્યુટર, સી.એન.સી., રેફ્રિજરેશન તેમજ કેમિકલ જેવા 25 થી વધારે કોર્સ અંગે ઇન્સ્ટ્રક્ટર તથા તાલીમાર્થીઓ દ્વારા પ્રેક્ટીકલ ડેમોસ્ટ્રેશન આપી વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવી હતી.

આ વર્કશોપમાં ટેકનિકલ શિક્ષણના ફાયદાઓ, જામનગરની બ્રાસ તેમજ અન્ય ઔદ્યોગિક એકમોમાં તાલીમાર્થીઓની માંગ તેમજ રોજગારીની વિશાળ તકો વિશે માહિતી આપવામાં આવી હતી. આ સ્કીલ વર્કશોપમાં આશરે 1100 થી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વર્કશોપના અંતે દરેકને ફાઈલ, પેન, નોટ પેડ તથા નાસ્તાનું વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમનું આયોજન આઈ.ટી.આઈ.ના આચાર્યશ્રી તથા સમગ્ર સ્ટાફના માર્ગદર્શન હેઠળ થયું હતું. સાથે સાથે હાલ આઈ.ટી.આઈ.જામનગર ખાતે એડમિશન મેળવવા માટે બીજા રાઉન્ડની પ્રકિયા તા.૦૨/૦૭/૨૦૨૪ થી શરૂ થનાર છે. જેમાં વહેલી તકે ફોર્મ ભરવા આઈ.ટી. આઈ. જામનગરનો સંપર્ક કરવા પણ જણાવવામાં આવ્યું છે.


Advt.

 

 

 

 

 

Related posts

Leave a Comment