ભાટીયાની નવગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા કલાકાર કૃપાલી કટારીયા નું સન્માન કરવામાં આવ્યુ

હિન્દ ન્યૂઝ, દેવભૂમિ દ્વારકા

સુપ્રસિદ્ધ એક્ટર, ડાન્સર લોહાણા સમાજનું ગૌરવ કૃપાલી કટારીયા સુરત શહેરના રહેવાસી છે. એક્ટિંગ અને ડાન્સિંગ માં ખૂબ આગળ વધી રહ્યા છે. તેની કલા ને બીરદાવા માટે ગુજરાત સરકાર ગાંધીનગરની માન્ય કલા સંસ્થા પવિત્ર દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાટીયાની સ્વર, શબ્દ અને તાલની સેવામાં સમર્પિત – નવગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા પ્રમાણપત્ર અને સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યું. કલા ક્ષેત્રે કલાકાર કૃપાલી કટારીયા પરિવારનું તથા ગરવી ગુજરાત અને રાષ્ટ્રનું નામ રોશન કરે એવી સંગીતની દેવીમાં સરસ્વતીને પ્રાર્થના સહ (B.Ed. In Music) અધ્યક્ષ કમલેશભાઈ આર. બથીયાએ તથા સમિતિ દ્વારા જય જલારામ સહ શુભેચ્છા પાઠવવામાં આવેલ ભાટીયાની નવગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા સંગીત, નૃત્ય અને નાટ્યની મૃત:પાય થતી મુળ કલાની સાચી ઓળખ સમજ અને સંસ્કૃતિની ઝાંખી કરાવવામાં આવે છે.

રિપોર્ટર : જયરાજ માખેચા, જામ ખંભાળિયા

Related posts

Leave a Comment