હિન્દ ન્યૂઝ, માણાવદર
આજના આ આધુનિક યુગમાં શિક્ષણ મેળવવું ખૂબ જરૂરી બની ગયું છે, ત્યારે ખાસ દિકરીઓ શિક્ષણ મેળવી શકે તેમની ચિંતા જવાહરભાઈએ કરી છે અને દીકરીઓ માટે એક આધુનિક સુવિધાથી સભર શૈક્ષણિક સંકુલનું નિર્માણ કયુ છે.
જ્યારે જ્યારે શૈક્ષણિક સંકુલ અને સમાજ ભવન બાંધવા ની વાત હોય ત્યારે કરોડો રુપિયા નુ અનુદાન કરનાર એ સમાજ ના ભિષ્મ પિતામહ દાનવીર ભામાશા પૂ. પેથલજીભાઈ નાથાભાઈ ચાવડા અને તેમના પુત્ર જવાહરભાઈ પેથલજીભાઈ ચાવડા હમેંશા આગળ રહ્યાં છે.
લક્ષ્મીજી ને વળાવ્યા સરસ્વતી રુપે. ધન્ય છે. ધન્ય સમાજ ઉદ્ધારક ચાવડા પરીવાર ને દ્વારકાધિશ આપને ઘણું આપે, સમાજ સેવાનું કાર્ય હોય, કે પછી શિક્ષણ સેવાનું કાર્ય હોય માનનીય કેબિનટ મંત્રી જવાહરભાઈ ચાવડા હરહંમેશ આગળ જ હોય છે.
આ શૈક્ષણિક સંકુલ શ્રી પેથલજીભાઈ નાથાભાઇ ચાવડા કન્યા સંકુલ-રાધનપુર ખાતે ખાત મુહર્ત તા.૧/૩/૨૦૨૧ ને રવિવારના સવારે ૧૧:૧૫ કલાકે રાખેલું છે. જે તકે સમારંભના અધ્યક્ષ જવાહરભાઈ ચાવડા, માન. વાસણભાઈઆહિર, માન. પૂનમબેન માડમ, માન. ભગવાનભાઇ બારડ, માન. અમરીશભાઈ ડેર તેમજ સંસ્થાના આદ્યસ્થાપક ભૂરાભાઈ માદેવભાઈ આહીર તેમજ આ તકે સંતો-મહંતો, મહાનુભાવો, સમાજના અગ્રણીઓ અને ગ્રામજનો આ શુભ પ્રસંગે આપને પધારવા ભાવભર્યું હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવે છે.
રિપોર્ટર : હાજાભાઈ ઢોલા, માણાવદર