પ્રોહીબીશનના ગુનાના કામના કુલ-૨ આરોપીઓને પાસામાં ધકેલતી નર્મદા એલ.સી.બી.

હિન્દ ન્યૂઝ , નર્મદા

    હરીક્રિષ્ણ પટેલ, પોલીસ મહાનિરીક્ષક, વડોદરા વિભાગ તથા હિમકર સિંહ પોલીસ અધિક્ષક, નર્મદાનાઓના માર્ગદર્શન અને સુચના મુજબ જીલ્લામાં અસામાજીક તત્વો દ્વારા આચરવામાં આવતી પ્રવૃતિ ઉપર અંકુશ લાવવા સારૂ સખત અટકાયતી પગલા લેવાની સુચના અને માર્ગદર્શન અનુસંધાને જીલ્લામાં વિદેશી દારૂની હેરાફેરી કરતા ઇસમોને અંકુશમાં લાવવા તિલકવાડા તેમજ ગરૂડેશ્વર પો.સ્ટે. વિસ્તારમાં વિદેશી દારૂની હેરફેર તેમજ વેચાણ કરવાના ઇરાદે પકડાયેલ આરોપી ભુપેન્દ્રસિંહ સુરેન્દ્રસિંહ રાઠોડ તથા રાજેન્દ્રસિંહ ઉર્ફે લાલો નરેન્દ્રસિંહ રાઠોડ બંન્ને રહે. શહેરાવ પટેલ ફળીયુ તા.નાંદોદ જી.નર્મદા પ્રવૃતિને ડામવા સારૂ શ્રી એ.એસ.વસાવા, પો.સ.ઇ. ગરૂડેશ્વરનાઓ દ્વારા પાસા દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટ, નર્મદાનાઓને મોકલતા સામાવાળા ભુપેન્દ્રસિંહ સુરેન્દ્રસિંહ રાઠોડ વિરૂધ્ધના ગુનાઓને ધ્યાને રાખી જીલ્લા મેજીસ્ટ્રેટ, નર્મદાનાઓએ પાસા હેઠળ અટક કરી પાલનપુર જીલ્લા જેલ ખાતે મોકલવા સારૂ હુકમ કરતા તેમજ રાજેન્દ્રસિંહ ઉર્ફે લાલો નરેન્દ્રસિંહ રાઠોડ વિરૂધ્ધના ગુનાઓને ધ્યાને રાખી જીલ્લા મેજીસ્ટ્રેટ, નર્મદાનાઓએ પાસા હેઠળ અટક કરી સુરત મધ્યસ્થ જેલ ખાતે મોકલવા સારૂ હુકમ કરતા બંન્ને સામાવાળાને એ.એમ.પટેલ, પો.ઇન્સ. એલ.સી.બી. તથા એલ.સી.બી. પોલીસ સ્ટાફ દ્વારા પાસા હેઠળ અટક કરી પોલીસ જાપ્તા સાથે અનુક્રમે પાલનપુર જીલ્લા જેલ તથા સુરત મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવેલ. પોલીસ અધિક્ષક નર્મદાનાઓએ અસામાજીક પ્રવૃતિ કરતા ઇસમો સામે સખત અટકાયતી પગલા લેવાની સુચના અનુસંધાને નર્મદા પોલીસ આવી અસામાજીક પ્રવૃતિ કરતા ઇસમોની પ્રવૃતિ ડામવા માટે સતત અને સખત અટકાયતી પગલા લેવા પ્રયત્નશીલ છે.

રિપોટર : અંકુર ઋષિ, રાજપીપલા

Related posts

Leave a Comment