જસદણ ખાતેથી વિદેશી સિગારેટનો જથ્થો પકડી પાડતી એસ.ઓ.જી.બ્રાંચ

હિન્દ ન્યુઝ, જસદણ

જસદણ ચિતલીયા કુવા રોડ પર સરદાર ચોક પાસે આવેલ ઓપેરા કોમ્પલેક્ષમાં “વિજય સેલ્સ એજન્સી” ચલાવતા વિજય માલવિયા પોતાની દુકાને વિદેશી સિગારેટ રાખી કે વેચાણ કરે છે જે હકિકત આધારે એસ. ઓ.જી એ દુકાને રેઇડ કરતા આરોપીની કબ્જાભોગવટા વાળી એજન્સી કે દુકાનેથી વિદેશી સીગારેટ DJARUM BLACK બોકસ નંગ-૧૧૦ ની કિ.રૂ. ૧૧,૦૦૦/- સાથે ઝડપી પાડી જસદણ પો.સ્ટે ખાતે સીગારેટ અને બીજી તમાકુ ઉત્પાદન અધીનીયમ ૨૦૦૩ એકટ મુજબ ગુન્હો કરતા જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી અને આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ કામગીરીમાં એસ.ઓ.જી. રાજકોટ ગ્રામ્યના પોલીસ ઇન્સ્પેક્ટર કે.બી.જાડેજા પો.સબ.ઇન્સ. બી.સી.મીયાત્રા કે.એમ.ચાવડા તથા પો.હેડ.કોન્સ હિતેશભાઇ અગ્રાવત, વિજયભાઇ વેગડ, પો.કોન્સ રણજીતભાઇ ધાધલ, વિજયભાઇ ગૌસ્વામી દ્વારા કામગીરી હાથ ધરાઇ હતી અને વિદેશી સિગારેટ ના જથ્થા સાથે ઇસમને ઝડપ્યો હતો.

તાલુકા બ્યુરો ચીફ : વિજય ચાંવ

Related posts

Leave a Comment