ધ્રોલ તાલુકાની પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન કેન્દ્રો માટે સંચાલકની નિમણૂંક કરાશે

હિન્દ ન્યુઝ, ધ્રોલ    જામનગર જિલ્લામાં આવેલા ધ્રોલ તાલુકામાં ધરમપુર પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજન કેન્દ્ર માટે સંચાલક, મદદનીશ અને રસોયાની જગ્યાઓ ભરવાની છે. સંચાલક માટે ધોરણ 10 પાસ, રસોયા અને મદદનીશ માટે ધોરણ 7 પાસ શૈક્ષણિક લાયકાત નિર્ધારિત કરવામાં આવી છે. આ તમામ જગ્યાઓ માટે 20 વર્ષથી 60 વર્ષ સુધીની વય મર્યાદા નિર્ધારિત કરવામાં આવી છે. જેમાં ફરજ બજાવવા અંગે ઈચ્છુક ઉમેદવારોએ આગામી તારીખ 05 જુલાઈ સુધીમાં તેમનું નિયત નમૂના સાથેનું અરજી પત્રક ધ્રોલ મામલતદાર કચેરીની મધ્યાહન ભોજન શાખામાંથી કચેરી સમય દરમિયાન આવીને રૂબરૂ મેળવી લેવાનું રહેશે. અરજદારોએ આ અરજી…

Read More

કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં મેઘપર અને સોનવડિયા ગામમાં ઉજવાયો શાળા પ્રવેશોત્સવ

હિન્દ ન્યુઝ, જામનગર    સમગ્ર રાજ્ય સહિત જામનગર જિલ્લામાં પણ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરાઈ રહી છે ત્યારે જામજોધપુર તાલુકાના મેઘપર અને સોનવડીયા ગામે જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી અને રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ વિભાગના મંત્રી મુળુભાઇ બેરાની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરાઈ હતી. કાર્યક્રમના ભાગરૂપે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સ્વાગત ગીત તેમજ કૃતિઓ અને ગીતના માધ્યમથી શિક્ષણ, કન્યા કેળવણી, પ્રાકૃતિક કૃષિ અને વૃક્ષોનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રીએ જણાવ્યું હતું કે, શાળા પ્રવેશોત્સવ થકી શૈક્ષણિક રીતે…

Read More

દારૂ, ધુમ્રપાન, તંબાકુ, ગુટખા, પાન-મસાલા વગેરેનું સેવન કરવાથી માનવ શરીરના મહત્વના અંગો પર થતા નુકશાનને દર્શાવતા બોર્ડસ અને હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા

હિન્દ ન્યુઝ, દીવ    નશીલા પદાર્થોનો દુરુપયોગ અને ગેરકાયદેસર હેરફેર સામેનો આંતરરાષ્ટ્રીય દિવસએ નશીલા પદાર્થોના દુરુપયોગ અને ગેરકાયદેસર હેરફેર સામે સંયુક્ત રાષ્ટ્રનો આંતરરાષ્ટ્રીય દિવસ છે. જે દર વર્ષે ૨૬ જૂનના રોજ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય નશીલા પદાર્થોના દુરુપયોગ મુક્ત વિશ્વના ધ્યેયને હાંસલ કરવા માટેના સકારાત્મક પગલાં અને સહકારને મજબૂત કરવા માટેનો છે. “નશા મુક્ત ભારત” માટે ભારત સરકાર દ્વારા સમાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હેઠળ ૧૫ ઓગસ્ટ ૨૦૨૦ નાં રોજ “નશા મુક્ત ભારત અભિયાન” ની શરૂઆત કરવામાં આવેલ હતી. આ અભિયાનનો…

Read More

સોમનાથમાં શાળા પ્રવેશોત્સવના પેહલા દિવસે ભૂલકાઓને મળ્યો સોમનાથ મહાદેવનો આશીર્વાદ

હિન્દ ન્યુઝ, સોમનાથ      સમગ્ર રાજ્યમાં શાળા પ્રવેશોત્સવનો ભવ્ય પ્રારંભ થયો છે. નાના ભૂલકાઓ પેહલી વખત પોતાના ડગલા શાળા પરિસરમાં પાડી રહ્યા છે. અને વિદ્યા દેવી માતા સરસ્વતીની આરાધના રૂપે શિક્ષણ ગ્રહણ કરવા અગ્રેસર થઈ રહ્યા છે. ત્યારે શાળા પ્રવેશોસ્તવના પ્રણેતા અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની અધ્યક્ષતામાં કાર્યરત શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભૂલકાઓને સોમનાથ મહાદેવનો પ્રસાદ અને આશીર્વાદ પહોંચાડીને શાળાએ આવકારવામાં આવ્યા હતા. સોમનાથ મંદિર નજીક આવેલ પ્રભાસપાટણ પે સેન્ટર શાળામાં સોમનાથ ટ્રસ્ટે ભૂલકાઓને સ્કૂલબેગ આપીને તેમજ સોમનાથ મહાદેવનો મગફળી દ્વારા બનેલ ચીક્કી પ્રસાદ વિતરણ કરીને શાળાએ આવકાર્યા…

Read More