સોમનાથમાં શાળા પ્રવેશોત્સવના પેહલા દિવસે ભૂલકાઓને મળ્યો સોમનાથ મહાદેવનો આશીર્વાદ

હિન્દ ન્યુઝ, સોમનાથ

     સમગ્ર રાજ્યમાં શાળા પ્રવેશોત્સવનો ભવ્ય પ્રારંભ થયો છે. નાના ભૂલકાઓ પેહલી વખત પોતાના ડગલા શાળા પરિસરમાં પાડી રહ્યા છે. અને વિદ્યા દેવી માતા સરસ્વતીની આરાધના રૂપે શિક્ષણ ગ્રહણ કરવા અગ્રેસર થઈ રહ્યા છે. ત્યારે શાળા પ્રવેશોસ્તવના પ્રણેતા અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની અધ્યક્ષતામાં કાર્યરત શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભૂલકાઓને સોમનાથ મહાદેવનો પ્રસાદ અને આશીર્વાદ પહોંચાડીને શાળાએ આવકારવામાં આવ્યા હતા. સોમનાથ મંદિર નજીક આવેલ પ્રભાસપાટણ પે સેન્ટર શાળામાં સોમનાથ ટ્રસ્ટે ભૂલકાઓને સ્કૂલબેગ આપીને તેમજ સોમનાથ મહાદેવનો મગફળી દ્વારા બનેલ ચીક્કી પ્રસાદ વિતરણ કરીને શાળાએ આવકાર્યા હતા અને તેમને સોમનાથ મહાદેવના આશીર્વાદ પહોંચાડ્યા હતા.


Advt.

Related posts

Leave a Comment