વ્હેમ અંઘશ્રદ્ધા નાબુદ કરવા માટે જન-જાગૃતીના કાર્યક્રમનું આયોજન કરતી જસદણ પોલીસ

હિન્દ ન્યુઝ, રાજકોટ

રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠૌડ નાઓએ રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં અંઘશ્રદ્ધા દુર કરવા તથા લોકોમાં જાગૃતી લાવવા માટે સુચના કરેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અઘિક્ષક કે.જી.ઝાલા ગોંડલ ડીવીઝનનાઓના અધ્યક્ષ સ્થાને જસદણ પોલીસ સ્ટેશન ખાતે અંધશ્રદ્ધા દુર કરવા માટે જન-જાગૃતીના કાર્યક્રમનુ આયોજન કરવામાં આવેલ હતુ જેમાં વ્હેમ, અંઘશ્રદ્ધા નાબુદી, વૈજ્ઞાનિક વલણનો પ્રચાર-પ્રસાર કરવા અંગે જયંત પંડ્યા તથા તેની ટીમે ચમત્કારી પ્રયોગોનુ નિદર્શન કરાવી લોકોમાં અંઘશ્રદ્ધા બાબતે જાગૃતી કેળવવા લોકોને માર્ગદર્શન આપેલ હતુ અને સદરહુ કાર્યક્રમમાં જસદણ પોલીસ સ્ટેશન વિસ્તારના ૧૩૦ લોક પ્રતિનિધિઓએ હાજરી આપેલ હતી અને કાર્યક્રમમાં હાજર રહેલ લોક પ્રતિનિધિઓને અંઘશ્રદ્ધા દુર કરવા તથા લોકોમાં જાગૃતી લાવવા માટે અપીલ કરવામાં આવેલ હતી.

તાલુકા બ્યુરો ચીફ : વિજય ચાંવ

Related posts

Leave a Comment