રમઝાન ઈદ પછી ઉર્ષનાં મેળા અંગેનું જાહેરનામું બહાર પડાયું

હિન્દ ન્યુઝ, ભાવનગર

        ભાવનગર જિલ્લાનાં ધોધા તાલુકાનાં ખરકડી ગામે બાલમશા પીરની દરગાહ ખાતે દર વર્ષે રમઝાન ઈદ પછી ઉર્ષનો મેળો ભરાય છે. આ વર્ષે પણ તા.૦૨/૦૫/૨૦૨૩ સુધી ખરકડી મુકામે ઉર્ષ ઉજવવામાં આવનાર છે. જેમાં આજુબાજુનાં ગામડાઓ તેમજ બીજા જિલ્લાઓમાંથી પણ હિન્દુ મુસ્લીમ સમાજનાં માણસો મોટા પ્રમાણમાં એકઠા થનાર છે. આ વર્ષે પણ ખરકડી ગામે ઉર્ષનાં દિવસો દરમ્યાન લોકોની ધાર્મિક લાગણી દુભાઈ તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તા.૦૨/૦૫/૨૦૨૩ સુધી ખરકડી ગામ તથા તેની આજુબાજુનાં આઠ કી.મી.નાં વિસ્તારમાં કોઈપણ જાહેર કે ખાનગી જગ્યામાં પશુની કતલ ન થાય તેમજ રસ્તા પરથી પસાર થતા લોકોને ધૃણા ઉત્પન્ન થાય તેવી રીતે કોઈપણ જાનવરનું મડદું સાફ કરવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડવા પોલીસ અધિક્ષક, ભાવનગરનાં દ્વારા દરખાસ્ત રજુ થયેલ છે. જે વિગતેનું જાહેરનામું બહાર પાડવું જરૂરી જણાતા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા ભારતનાં ફોજદારી કાર્યરીતી અધિનિયમ -૧૯૭૩ (૧૯૭૪ નો બીજો) ની કલમ -૧૪૪ થી મળેલ સત્તાની રૂઈએ ફરમાવેલ છે કે, ધોધા તાલુકાનાં ખરકડી ગામ અને તેની આજુબાજુના ૦૮ કી.મી. વિસ્તારમાં તા.૦૨/૦૫/૨૦૨૩ સુધી કોઈએ જાહેર કે ખાનગી માલિકીની જગ્યામાં પશુની કતલ કરવી નહીં તેમજ રસ્તા પરથી પસાર થતા લોકોને ધૃણા ઉત્પન્ન થાય તેવી રીતે કોઈપણ જાનવરનું મડદું, ચામડુ સાફ કરવું નહીં. સદરહું જાહેરનામાનો ચુસ્તપણે અમલ કરવો અને કોઈપણ દ્વારા આ જાહેરનામાનો ભંગ કે ઉલ્લંધન કરનાર ભારતનાં ફોજદારી અધિનિયમ સને -૧૮૬૦ ના ૪૫ માં અધિનિયમની કલમ -૧૮૮ મુજબ સજાને પાત્ર થશે.

Related posts

Leave a Comment