જામનગર ખાતે ‘લાભ ગ્રુપ’ દ્વારા મહા રક્તદાન કેમ્પ યોજાયો

જામનગર,

સમગ્ર દેશ માં હાલ લોકડાઉન છે. ત્યારે આ લોકડાઉન માં લોકો ને મુશ્કેલીઓ નો સામનો કરવો પડીરહ્યો છે. ત્યારે જે લોકો ગંભીર બિમારીથી પીડાતા હોય છે તેવા પીડિત લોકો માટે જામનગરનું સેવાકીય લાભ ગ્રુપ અને ખોડીયાર ગરબી મંડળ દ્વારા હાલ કોરોના જેવી મહામારીના સમયે જી.જી. હોસ્પિટલમાં રક્તની જરૂરિયાત અનુલક્ષીને તા. ૨૯-૦૫-૨૦૨૦ને શુક્રવારના સાંજે ૪ થી ૬ વાગ્યા દરમિયાન જામનગર મા મુરલીધર નગર શેરી નંબર 3 ખોડીયાર ગરબી મંડળ કોમન પ્લોટ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

ત્યારે જામનગર ના લાભ ગ્રુપ ની પ્રેરણાથી કલ્પેશ ભાઈ સાવલિયા,શૈલેષભાઈ સંઘાણી,સાગરભાઇ સંઘાણી સુરેશભાઈ મઘોડિયા દ્વારા કોરોના મહામારી અને લોકડાઉન માં સરકાર ની ગાઈડ લાઈન મુજબ તમામ બાબતે સાવચેતી રાખી ડિસ્ટન્સ રાખી બ્લડ ડોનેટ કેમ્પ નું આયોજન કર્યું હતું કોરોના મહાકહેરમાં લોક ડાઉનની પરિસ્થિતિમાં દર્દીને બ્લડ મેળવવું ખૂબ મુશ્કેલ થઈ રહ્યું છે. ત્યારે એકાએક લોકડાઉનની પરિસ્થિતિ નિર્માણ થવાથી દર્દીઓ ના જીવ નું જોખમ વધી જાય છે. ત્યારે ચોથા તબક્કાનું લોક ડાઉન ચાલી રહ્યું છે.


જામનગરની જી.જી. હોસ્પિટલની બ્લડ બેંક ઈન્ચાર્જ ડો. વાછાણીની રાહબરી હેઠળ જી.જી. હોસ્પિટલના પેરા મેડિકલ વિભાગની ૬ જેટલા સભ્યોની ટીમના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ફક્ત બે કલાકના ટુંકા સમયમાં જ હું બે વીક દરમિયાન પ્રથમવાર 46 બોટલ બીજીવાર 35 બોટલ રક્ત એકત્ર કરીને જી.જી. હોસ્પિટલની બ્લડ બેંકમાં જમા કરાવી દેવાયું છે.

જે જામનગરના ગરીબ દર્દીઓને જી.જી. હોસ્પિટલમાં સારવાર દરમ્યાન વિનામૂલ્યે આપવામાં આવે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ મહારક્તદાન કેમ્પ જામનગરના નગર શ્રેષ્ઠીઓ, બિલ્ડરો, ઉદ્યોગ વેપારીઓ, સંસ્થાના હોદ્દેદારો, રાજકીય આગેવાનો, પ્રિન્ટ મીડિયા તેમજ ઈલેકટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ વિગેરેની ઉપસ્થિતિમાં રક્તદાન કેમ્પને ખૂલ્લો મૂકવામાં આવ્યો હતો.

રિપોર્ટર : વિજય અગ્રાવત, જામનગર 

Related posts

Leave a Comment