રાજકોટ શહેર માધાપર ગામમાં ગોલ્ડન પોર્ટીકો ની C વીન્ગ કોરોના પોઝિટિવ આવતા C વીન્ગ ને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યું

રાજકોટ,

રાજકોટ શહેર તા.૩૧.૫.૨૦૨૦ ના રોજ રાજકોટ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ માધાપર ગામમાં ગોલ્ડન પોર્ટીકો ની C વીન્ગ માં રહેતા સાવનભાઇ વાઘેલા ને કોરોના પોઝિટિવ આવતા C વીન્ગ ને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવેલ છે. જેથી તે વિસ્તારમાં જરૂરી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે. અને ગામના સરપંચ, તલાટી મંત્રી તથા સ્થાનિક આગેવાનો તથા સરકારી તંત્ર સાથે સંકલનમાં રહીને કન્ટેનમેન્ટ ઝોનમાં રહેતા લોકોને જીવનજરૂરી વસ્તુઓ મળી રહે તે અંગે વ્યવસ્થા કરવામાં આવી તથા કન્ટેનમેન્ટ ઝોન તથા બફર ઝોન ને સેનિટાઇઝ કરવામાં આવેલ છે.

રિપોર્ટર :: દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment