રાજકોટ શહેર જીલ્લામાં કોરોનાનો કહેર દિવસે ને દિવસે વધતો જાઈ છે, ત્યારે આજે પણ શહેરમાંથી વધુ ૩ કેસ નોંધાયા છે

રાજકોટ,

રાજકોટ શહેર તા.૩૧.૫.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર જીલ્લામાંથી દિવસે ને દિવસે કોરોના વાયરસના કેસ સામે આવી રહ્યા છે. રાજકોટ શહેર વિસ્તારમાંથી કોરોનાના કેસ સામે આવતા તે વિસ્તાર અથવા એપાર્ટમેન્ટને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે રાજકોટ શહેેેરના કુવાડવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ માલિયાસણ ગામની મેઈન બજારથી અંદરની શેરીમાં રહેતા ભીખાભાઇ રામાણી ને કોરોના પોઝિટિવ આવતા સદરહુ વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવેલ છે. જેથી તે વિસ્તારમાં જરૂરી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે. અને ગામના સરપંચ, તલાટી મંત્રી તથા સ્થાનિક આગેવાનો તથા સરકારી તંત્ર સાથે સંકલનમાં રહીને કન્ટેનમેન્ટ ઝોન માં રહેતા લોકોને જીવનજરૂરી વસ્તુઓ મળી રહે તે અંગે વ્યવસ્થા કરવામાં આવી તથા સદરહુ વિસ્તારને સેનિટાઇઝ કરવામાં આવેલ છે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment