ઔદ્યોગિક તાલીમ સંસ્થા, વાસદ ખાતે પ્રવેશ મેળવવા ઈચ્છુક ઉમેદવારો નોંધે

હિન્દ ન્યુઝ, આણંદ ઓગષ્ટ -૨૦૨૪ અંતર્ગત આઈ.ટી.આઈ., વાસદ ખાતે ચાલતા કોર્સમાં પ્રવેશ મેળવવા માટે ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તા. ૧૩ જુન ૨૦૨૪ છે. તે પહેલાં પ્રવેશ ઈચ્છુક ઉમેદવારોએ તમામ ઓરીજીનલ ડાક્યુમેન્ટેસ સાથે સંસ્થા ખાતે તાત્કાલિક સંપર્ક કરવા ઔદ્યોગિક તાલીમ સંસ્થાના પ્રિન્સીપાલની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે. Advt.

Read More

જિલ્લા સ્વાગત અને તાલુકા/ગ્રામ્ય સ્વાગત કાર્યક્રમ માટે પ્રશ્નો મોકલવાની સમયમર્યાદામાં વધારો

હિન્દ ન્યુઝ, આણંદ     આણંદ જિલ્લાના નાગરિકો/અરજદારો/પ્રજાજનોએ ફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત તાલુકા/ગ્રામ્ય સ્વાગત કાર્યક્રમ અને જિલ્લા સ્વાગત કાર્યક્રમ માટે અરજદારોને તા.૧૦/૦૬/૨૦૨૪ સુધીમાં સબંધિત કચેરીમાં અરજી મારફતે પ્રશ્નો મોકલવા જણાવવામાં આવ્યું હતું. પરંતુ પ્રશ્નો મોકલવાની સમયમર્યાદામાં વધારો થતા હવે તા.૧૪/૦૬/૨૦૨૪ સુધીમાં સંબંધિત કચેરીમાં અરજદારો પોતાના પ્રશ્નો મોકલી શકશે. આ ઉપરાંત અરજદારો સ્વાગત કાર્યક્રમની વેબસાઈટ swagat.gujarat.gov.in પર પણ ઓનલાઈન અરજી કરી શકશે.         ઉલ્લેખનીય છે કે આણંદ જિલ્લામાં તા.૨૬/૦૬/૨૦૨૪ ના બુધવારના રોજ તાલુકા/ગ્રામ સ્વાગત કાર્યક્રમ જે-તે તાલુકા મથક ખાતે તથા તા.૨૭/૦૬/૨૦૨૪ ના ગુરૂવારના રોજ જિલ્લા સ્વાગત કાર્યક્રમ કલેકટર…

Read More

પેટલાદ તાલુકાના સિલવઈ ગામની નજીક આવતા ગામના ગ્રામજનોએ પાણી ઉકાળીને અથવા ક્લોરિન વાળું જ પીવા અનુરોધ 

હિન્દ ન્યુઝ, આણંદ     પેટલાદ તાલુકાના સિલવઇ ગામ ખાતે કોલેરાનો એક કેસ પોઝિટિવ માલુમ પડતા સિલવઈ ગામને કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ આણંદ દ્વારા કોલેરા ભયગ્રસ્ત જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે સિલવઇ ગામ અને તેની આસપાસના ગામો પાળજ, જેસરવા અને આમોદ ગામના ગ્રામજનોએ ગામમાં સાફ-સફાઈ થાય તે ધ્યાને રાખવું, ઉપરાંત તાજો ઘરે બનાવેલો ખોરાક લેવો જોઈએ, પાણી ઉકાળીને જ પીવું અથવા ક્લોરીન વાળું પાણી પીવું, ખોરાક ઢાંકીને રાખવો, કુદરતી હાજતે ગયા બાદ અને જમતા પહેલા હાથ સાબુથી અવશ્ય ધોવા જોઈએ, ઠંડા પીણા અને બરફની વસ્તુઓ ન લેવી જોઈએ અને કોઈપણ…

Read More

ઔદ્યોગિક તાલીમ સંસ્થા, વાસદ ખાતે પર્યાવરણ દિનની ઉજવણી કરાઈ

હિન્દ ન્યુઝ, આણંદ    વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે પયાર્વરણ જાળવણીના અનુસંધાનમાં ઔદ્યોગિક તાલીમ સંસ્થા, વાસદ ખાતે સેમિનાર તેમજ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.         આ કાર્યક્રમમાં સંસ્થાના આચાર્યશ્રીએ પર્યાવરણ જાળવણી સંદર્ભે વૃક્ષારોપણ પણ ભાર મૂકવાની હિમાયત કરી હતી.તેમણે તાલીમાર્થી વિદ્યાર્થીઓને પણ પર્યાવરણની જાળવણી માટે સંકલ્પબધ્ધ કર્યા હતા.         વધુમાં આ વેળાએ તાલીમાર્થી વિદ્યાર્થીઓએ પર્યાવરણ દિનની ઉજવણી પ્રસંગે વક્તવ્ય આપ્યું હતું. જેમાંથી પ્રથમ પાંચ વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે ઈનામ વિતરણ કરવામાં આવ્યા હતા.         આ પ્રસંગે ઓદ્યાગિક તાલીમ સંસ્થાના મેનન કાલી તથા અન્ય…

Read More

પેટલાદ તાલુકાના સિલવઈ ગામ અને તેની આજુબાજુના બે  કિ.મી. વિસ્તારના ગામો કોલેરા  ભયગ્રસ્ત જાહેર

હિન્દ ન્યુઝ,આણંદ     પેટલાદ તાલુકાના સિલવઈ ગામ ખાતે કોલેરાનો ૧ પોઝિટિવ કેસ માલુમ પડતા, જેને ધ્યાને લઈને કોલેરાનો ઉપદ્રવ ન વધે તે હેતુથી અને જાહેર આરોગ્યની દ્રષ્ટિએ સાવચેતીના પગલા રૂપે આણંદ જિલ્લા કલેકટરશ્રી દ્વારા સને ૧૮૯૭ ના વાવડ રોગ અધિનિયમની કલમ – ૨ – બ વંચાણે લઈ કલમ-૨ થી તેમને મળેલ સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા પેટલાદ તાલુકાના સિલવઈ ગામ અને તેની આજુબાજુના બે કિલોમીટર વિસ્તારના ગામોને કોલેરા ભયગ્રસ્ત જાહેર કરવામાં આવેલ છે.         આ જાહેરનામામાં વધુમાં જણાવ્યા પ્રમાણે પેટલાદ તાલુકાના સિલવઇ ગામ અને તેની આજુબાજુના બે કિલોમીટર વિસ્તારના ગામોમાં…

Read More

પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વૈંકૈયા નાયડુના અધ્યક્ષસ્થાને ‘ઈરમા’ નો ૪૩મો પદવિદાન સમારોહ યોજાયો

હિન્દ ન્યુઝ, આણંદ     ઈન્સ્ટીટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ (ઈરમા) નો ૪૩મો પદવિદાન સમારોહ પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વૈંકૈયા નાયડુના અધ્યક્ષસ્થાને એનડીડીબી,આણંદના ટી.કે.પટેલ ઓડિટોરીયમ ખાતે યોજાયો હતો. આ પદવીદાન સમારોહમાં ઈરમાના વિવિધ વિદ્યાશાખાના સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના ૩૦૩ વિદ્યાર્થીઓને પદવી તથા ૦૨ તેજસ્વી વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રકો એનાયત કરવામાં આવ્યા હતા.            ઈરમાના પદવીદાન સમારોહમાં પૂર્વ ઉપરાષ્ટ્રપતિ શ્રી વૈંકૈયા નાયડુએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે, અથાગ પરિશ્રમ અને આપના માતાપિતાના આશિષથી પ્રાપ્ત થયેલ આ ડિગ્રી દ્વારા આપના ક્ષેત્રમાં ઉત્તમ કાર્યો કરી રાષ્ટ્રની સેવા અને રાષ્ટ્રનિર્માણના કાર્ય કરવા હવે આપ…

Read More