હિન્દ ન્યુઝ, ડભોઇ
ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસને યાદગાર બનાવવા તેમજ તા ૦૭/૧૦/૨૧ના રોજ નરેન્દ્રભાઈ મોદીના વહીવટપના સુશાસનને ૨૦ વર્ષ પુરા થતા હોવાથી ત્રણ સપ્તાહ સુધી કાયૅકમો યોજાનાર હોઈ ડભોઇ શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રદેશ ભા.જ.પા ના આદેશ અનુસાર સેવા અને સમર્પણ કાર્યક્રમ હેઠળ જુદા જુદા કાર્યક્રમો યોજવામાં આવે છે. જે અંતર્ગત ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદરો અને કાર્યકરો દ્વારા ડભોઇના ટાવર ચોક ખાતે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ અટકાવવા અંગેના કાર્યક્રમ હેઠળ ડભોઇ નગરના લોકોને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ નહિ કરવા સમજાવવામાં આવ્યા હતા અને પોતે પણ તમામ હોદ્દેદારો તથા કાર્યકરોએ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ નહિ કરવા માટે શપથ લીધા હતા. પર્યાવરણ તેમજ સ્વાસ્થ્ય માટે સિંગલ યુઝ પ્લાસ્ટક ખૂબ જ હાનિકારક હોવાથી સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ લોકો બંધ કરે તે હેતુથી ભારતીય જનતા પાર્ટી દ્વારા કાર્યક્રમ યોજી સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ અટકાવવા અને લોકોમાં પણ જાગૃતિ લાવવા સમજાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે ભાજપાના જીલ્લા મહામંત્રી ડૉ.બી.જે.બ્રહ્મભટ્ટ, ભાજપા શહેર પ્રમુખ ડૉ.સંદીપ શાહ, કારોબારી ચેરમેન વિશાલ શાહ, નગરપાલિકા ના સભ્ય અને પક્ષના આગેવાન બિરેન શાહ, મહિલા મોરચાના છાયાબેન ગુપ્તા, હિનાબેન ભટ્ટ તેમજ પક્ષના અન્ય આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.
રિપોર્ટર : જબીઉલ્લા શેખ, ડભોઈ