હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
સમગ્ર દેશમાં “સ્વચ્છતા હી સેવા” અભિયાનની સફાઈ ઝુંબેશ પૂરજોશમાં ચાલી રહી છે. ‘ સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જુનાગઢ વિભાગના વેરાવળ એસ ટી ડેપો અને વેરાવળ રેલવે સ્ટેશનની સાફ સફાઇ કરવામાં આવી હતી.
જેમા ‘સ્વચ્છતા એ જ સેવા’ અભિયાન અંતર્ગત સમગ્ર રાજ્યમાં બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશનની સઘન સાફ સફાઈ કરી પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે જિલ્લાના વેરાવળ ખાતે બસ સ્ટેશન અને વેરાવળ રેલવે સ્ટેશનની સાફ સફાઈ કરવામાં આવી હતી. જેમાં રેલવે સ્ટેશન અને બસ સ્ટેશનમાં એસ ટી વર્કશોપ સહિતની જગ્યાઓએથી ખાલી કપ, બોટલો, પ્લાસ્ટિક સહિતના નકામા કચરાને દુર કરવા સહિતની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી.
આ સફાઈ પ્રવૃતિમાં વોર્ડ નંબર -૮ના કાઉન્સિલર શ્રી, વેરાવળ ડેપો મેનેજર શામળા, ડાયારામ મેસવાણીયા તેમજ રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, અને વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલીકા વગેરે વિભાગના કર્મચારીઓ જોડાયા હતા.