હિન્દ ન્યુઝ, જસદણ
રાજકોટ જીલ્લાના જેતપુર સીટી પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા સ્વ. દયાબેન શંભુભાઇ સરિયા એ ગત માસ તારીખ ૦૬/૦૯/૨૦૨૩ ના રોજ આત્મહત્યા કરી હતી દયાબેન જેતપુર સીટી પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સટેલબ તરીકે ફરજ બજાવતા જેઓને જેતપુર પોલીસ કોન્સટબલ છેલ્લા ઘણા સમયથી હેરાન પરેશાન કરતા હોય અને બીનજરૂરી ત્રાસ આપતા હોય. આમ આ મહીલા કોન્સટેબલે પોતાના મોબાઈલમાં વોટ્સઅપ દ્રારા મેસેજથી સંદેશો મોકલેલ હોય છતાપણ સાથી પોલીસ કર્મી હેરાન પરેશાન કરવાનું ચાલુ રાખેલ ઉપરાંત આત્મહત્યા કર્યાના બે ત્રા દિવસ પહેલા ફરજ પર થી ઘરે જતા ત્યારે અમુક શખ્સો દ્વારા હેરાન પરેશાન કરવામાં આવ્યા હત આ બાબતે દયાબેને ૧૦૦ નંબરમાં ફોન કરી ફરીયાદ પણ નોંધાવેલ હોય, તો તે બસ સ્ટેન્ડમાં લગાવે સી.સી.ટી.વી ફૂટેજ ચેક કરવામાં આવે અને દયાનબેનને મરવા મજબુર કરેલ અને દયાબેને આત્મહત્યા કરેતા તેમના પરિવાર દ્વારા પોલીસ ફરીયાદ નોંધાવતા ફરિયાદ બાદ જેતપુર પોલીસ સ્ટેશન દ્વારા અભયરાજ જાડેજા નામના કોન્સ્ટેબલની અટકાયત કરેલ હતી પરંતુ બીજા બે શંકાસ્પદ આરોપીઓ વિપુલભાઇ ટીલાળા મનદીપસિંહ અંગે કોઇપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલ ન હતી. ઉપરાંત અભયરાજ જાડેજાની અટકાયતને પણ આજે અંદાજે એક માસ થી વધુ સમય વીતી જવા પામ્યો છે છતા આ કેસ સબબ કોઇ પ્રગતિ થવા પામેલ નથી અને અન્ય બે શકમંદ આરોપીઓની અટક પણ કરવામાં આવેલ નથી. જે બાબત મરણ પામનાર અમોની પુત્રીના અપમાન સમાન છે. આવો ગંભીર ગુનો આચરવા છતાં આરોપીઓ મુકત રીતે વિચરતા ફરે છે અને દયાબેન નો મોબાઇલ ફોરેન્સિક લેબ ગયેલ તે પણ આજદિન સુધી તેના કોઇપણ જાતનો અહેવાલ મળેલ નથી તથા દયાબહેને ન્યાય મળવાથી વંચિત રહેવાની પરિસ્થિતિ નિર્માણ થવા પામી છે આ બાબતે ખૂબ મોટી સંખ્યમાં કોળી સમાજ દ્વારા આવેદન પત્ર આપી ઉપરોકત કેસના ઝડપી અને કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માંગ સાથે આવેનપત્ર આપેલ જો સદરહું કામગીરીમાં હાલમાં દાખવામાં આવી રહેલ ઢીલ જ દાખવામાં આવશે, અને કોઇ નોંધપાત્ર કામગીરી કરવામાં નહીં આવે તો, અમો સૌએ ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેમ આવેદન પત્રમાં જણાવેલ આ આવેદન પત્ર આપવા માટે કોળી સમાજના અગ્રણી સામજીભાઈ ડાંગર, પ્રેમજીભાઈ રાજપરા, રમાબેન મકવાણા, અમર્શિભાઈ રાઠોડ સહિત મોટી સંખ્યામાં કોળી સમાજના આગેવાનો હાજર હતા હતા.
રિપોર્ટર : વિજય ચાંવ, જસદણ