એવોર્ડ મેળવવા ઉંમરનો કોઇ બાધ નથી. એવોર્ડ માટે સત્ય અને અપડેટ કરેલ પ્રોફાઇલ (બાયોડેટા) પુરાવા સાથે રજુ કરવાના રહેશે, અરજી કરતી વખતે નામ, ફોટો, સરનામું, અને ફોન નંબર જેવી વિગતો અને છેલ્લા ત્રણ વર્ષમાં કરેલા કાર્ય ફોટા સાથેના નકકર પુરાવાઓ સાથે વધુમાં વધુ પાંચ પાનાના પુરાવા સાથેનો એક પેજનો બાયોડેટા તા.૧૦/૦૩/૨૦૨૩ સુધીમાં જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, રૂમ નં.૪૧૧, ત્રીજો માળ, બહુમાળીભવન, ભુજ ખાતે કચેરી સમય દરમિયાન રૂબરૂ અરજી આપવાની રહેશે. વધુ માહિતી માટે અત્રેની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે તેવું જિલ્લા વિકાસ યુવા અધિકારીની અખબારયાદીમાં જણાવાયું છે.
યોગ બોર્ડ સાથે સંકળાયેલા યોગ કોર્ડીનેટર, યોગ કોચ તથા યોગ ટ્રેનરને ગુજરાત રાજય યોગ એવોર્ડ આપશે
હિન્દ ન્યુઝ, ભુજ
રાજય સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અંતર્ગત રચિત ગુજરાત રાજય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા યોગને પ્રોત્સાહન આપવા તથા યોગ બોર્ડ સાથે સંકળાયેલા યોગ કોર્ડીનેટર, યોગ કોચ તથા યોગ ટ્રેનરને પ્રોત્સાહન મળે તે માટે ગુજરાત રાજય યોગ એવોર્ડ આપવાનું નકકી કરેલું છે. અરજદારે અરજી કરતી વખતે વ્યકિતએ ઓછામાં ઓછા ત્રણ વર્ષ યોગના ક્ષેત્રમાં યોગદાન આપેલુ હોવું જોઇએ અને યોગ બોર્ડનું યોગ કોચ / યોગ ટ્રેનર તરીકેનું સર્ટીફીકેટ ધરાવતો હોવો જોઇએ.
