સત્તાપક્ષ હોય કે વિરોધ પક્ષ ના નેતાઓ ખેડુતો ની વાત આવે ત્યારે ગાંધારી કેમ બની જાય છે : દશરથસિંહ ગોહિલ તણસા

હિન્દ ન્યુઝ, તણસા

કિસાન એકતા સમિતિ અધ્યક્ષ દશરથસિંહ ગોહિલ તણસા ગોહિલવાડ ખેડૂત અગ્રણી નીતણસા અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર સત્તાપક્ષ હોય કે વિરોધ પક્ષ ના નેતાઓ ખેડુતો ની વાત આવે ત્યારે ગાંધારી કેમ બની જાય છે રાજકારણ અને નેતાઓ નો વિરોધ નહીં પણ રાજકારણ તેમજ તમે ચુટી ને મોકલેલા નેતા ઓ ને જાણો અને સમજો. દિલ્હી ખેડૂત આંદોલન ની વાત કરતા અમુક ખેડૂતો ના દુશ્મનો નેતાઓ ચમચા ઓ ટિવી ડિબેટો મા ઘણી ટિકા ટિપ્પણી કરી રહ્યા છે એ લોકો આ આખો લેખ વાંચવા જેવું છે. રાજકારણ બહુ ગંદુ હોય છે. મને તો જરાય રાજકારણમાં રસ નથી, રાજકારણથી દુર રહુ છું, રાજકારણ મારો વિષય નહી….આવા શબ્દો અનેક લોકો પોતાને ખાનદાન અને ઠાવકા દેખાડવા બોલતા સૌએ સાંભળ્યા હશે.

રાજકારણ એટલે શું.. ? રાજકારણમાં એવું તો શું છે કે પોતાને સજ્જન ગણાવનારા લોકો રાજકારણથી નાકનું ટીચકુ ચડાવી ઉંહકારા કરતાં હોય છે જ્યાં સુધી પ્રત્યેક નાગરીક એક એક પરીવાર રાજકારણમાં પુરેપુરો રસ નહીં, રાજકારણને સમજશે નહીં ત્યાં સુધી ભ્રષ્ટાચાર ચાલતો રહેશે, અન્યાય વધતો રહેશે રાજકારણનો મહત્ત્વનો મુદો પ્રસાશનની સતાઓ છે આ સતા મેળવવા પ્રજાના મતદાનની જરૂર હોય છે અને મતદાન ખરેખર ખુબ મોંઘુ હોય છે. કારણ કે પ્રશાસન પ્રજાના કરવેરાથી ચાલે છે તમે ૧૦૦ રુ. ખર્ચો તેમાથી સરેરાશ ૩૭-૩૮ % રૂપિયા કરવેરામાં જાય છે. દેશમાં એવા ચાર્ટડ એકાઉન્ટ કે કોમર્સ ગ્રેજ્યુએટો પણ નથી કે જે એના ઘરના અને પરીવારના માસીક અને વાર્ષિક ભરાતા કરવેરાઓનો હિસાબ કરી શકતા હોય. તો પછી સામાન્ય માણસ ક્યાંથી હિસાબ કરી શકે કે એમનો પરીવાર દર મહિને કેટલા રૂપીયા પ્રસાશન ને ભરપાઇ કરે છે ઘરમાંથી કેટલા રૂપિયા સરકારમાં ભરે છે એની સમજણ કે ગણતરી મોટા ભાગે કોઇપણ શિક્ષિત કરી શકતો નથી. તો પછી જે પોતાનો પરીવાર મહિને, વરસે, કેટલા કરવેરા ભરે છે એની સમજણ ના હોય કે હિસાબ કરતા આવડતુ ના હોય એ લોકોને એના મતની કિંમત અને અસર શું છે એની ગતાગમ ક્યાંથી હોય ? પ્રજાસત્તાક લોકશાહીમાં દરેક નાગરીક રાજકારણ સાથે જોડાયેલા હોવા જોઇએ નહીં તો…મને તો રાજકારણમાં જરાય રસ નથી એવું કહેવાવાળા સજ્જન લોકોએ રાજકારણને ગંદુ ગણાવી ગણાવી ફકત ભ્રષ્ટ અને અંપરાધીઓનો વિષય બનાવી દિધુ છે રાજકારણ તો એક એક માણસનો સૌથી પહેલો અને મહત્વનો વિષય છે લોકશાહીમાં રાજકારણ સમજી શકે એ સુખી રહી શકે, રાજકારણથી જેટલા દુર ભાગશે એટલા વધુ અન્યાયનો ભોગ બનશે, રાજકારણને ગંદુ કહેનારાઓ ઉપર ગંદકીની અસરો વધુ પડે છે રાજકારણ સામાન્ય અલીઠલી નીઠલી બુદ્ધિના લોકોનો વિષય નથી એટલે પોતાને કોઇ સમજણ સુઝ ના પડતી હોય એટલે રાજકારણમાં રસ નથી એવી ફાંકા ફોજદારી કરતાં હોય છે, રાજકારણમાંને સમજવુ હોય અને રાજકારણની કુંડળીના ગ્રહોની રમતો શીખવી હોય તો એક અઠવાડિયામાં જેટલો ખર્ચ કરો એટલા ખર્ચમાં કેટલા રૂપીયા ચીજ વસ્તુઓની કિંમત હતી અને કેટલા રૂપિયા કરવેરાના ભર્યા છે એનો હિસાબ કરજો એટલે રાજકારણ બરાબર આવડી જશે રાજકારણ એટલે તમારા પૈસૈ, તમારા મતદાનથી તમારા અધિકારો છિનભીન કરી તમારી ઉપર વગર માગે કાયદા ઠોકી બેસાડતા નેતાઓ અને રાજકારણીઓ રાજ કરવા મોકલો છો એજ તમારા પ્રશ્રો ને ભુલી પગાર વધારો લય ને એશો આરામ થી પાંચ વર્ષ સુધી જલસા કરે છે. : દશરથસિંહ ગોહિલ

Related posts

Leave a Comment