ચાલુ વરસાદે મ્યુનિ. કમિશનર દેવાંગ દેસાઈ સહિતના અધિકારીઓ ફિલ્ડમાં

હિન્દ ન્યુઝ, રાજકોટ        આજે તા.૨૯/૦૬/૨૦૨૪ના રોજ બપોર પછી વરસાદ શરૂ થયો હતો. રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર દેવાંગ દેસાઈ ખુદ ચાલુ વરસાદ દરમિયાન શહેરમાં વિવિધ વિસ્તારોમાં મહાનગરપાલિકા દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે થઇ રહેલી કામગીરીનું સતત મોનિટરિંગ કરી આવશ્યકતા અનુસાર સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ પણ આપી હતી. આ ઉપરાંત નાયબ કમિશનરઓ સ્વપ્નિલ ખરે અને ચેતન નંદાણી તેમજ જે તે ઝોનના સિટી એન્જિનિયરઓ પણ સતત ફિલ્ડમાં રહ્યા હતા અને પરિસ્થિતિ પર નજર રાખી હતી.         મ્યુનિ. કમિશનર દેવાંગ દેસાઈએ આજે ૧૫૦ ફૂટ રિંગ રોડ પર ઉમિયા ચોક સહિતના…

Read More

કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષસ્થાને મુખ્યમંત્રી ગ્રામ અસ્મિતા યોજનાની સમીક્ષા બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, જામનગર     પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, કલાઈમેટ ચેન્જ વિભાગના મંત્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયત ભવન ખાતે જિલ્લા કક્ષાની મુખ્યમંત્રી ગ્રામ અસ્મિતા યોજનાની સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં થયેલી ચર્ચા અનુસાર તાલુકા કક્ષાએ 6 શ્રેષ્ઠ ગ્રામ સરપંચશ્રીની પસંદગી કરવામાં આવે છે. જે અનુસાર જામજોધપુર તાલુકામાંથી સીદસર, કાલાવડ તાલુકામાંથી મોટી નાગાજર, જામનગર તાલુકામાંથી ફલ્લા, ધ્રોલ તાલુકામાંથી કાતડા, લાલપુર તાલુકામાંથી નવીપીપર અને જોડીયા તાલુકામાંથી જશાપર ગ્રામ સરપંચની પસંદગી કરવામાં આવી છે. જિલ્લા કક્ષાની અમલીકરણ સમિતિ દ્વારા 1 શ્રેષ્ઠ ગ્રામ સરપંચની પસંદગી કરવામાં આવે છે. આ ઉપરાંત તાલુકા…

Read More

કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં લાલપુર ખાતે ”માં ઉપવન” નું નિર્માણ કરાયું

હિન્દ ન્યુઝ, જામનગર       વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશવાસીઓને પર્યાવરણના જતન માટે ”એક પેડ માં કે નામ” ઝુંબેશમાં ભાગ લેવા માટે અપીલ કરી છે. જે અન્વયે જામનગર જિલ્લાના લાલપુર ગામે પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, કલાઈમેટ ચેન્જ વિભાગના મંત્રી મુળુભાઈ બેરા નાં વરદહસ્તે લાલપુર ખાતે “માં ઉપવન” નું નિર્માણ કરવામાં આવ્યું હતું. સામાજિક વનીકરણ વિભાગ, દેવભૂમિ દ્વારકા અને ગ્રામ પંચાયત, લાલપુર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં 400 જેટલા વડ, પીપળ, આંબા, કરંજ અને લીમડાના રોપાનું મહાનુભાવોના હસ્તે લાલપુર ખાતાકીય નર્સરી ખાતે વાવેતર કરવામાં આવ્યું હતું. તેમજ કેબિનેટ મંત્રીશ્રીએ ઉપસ્થિત…

Read More

જામનગર આઈ.ટી.આઈ.ખાતે સમર સ્કીલ વર્કશોપનું આયોજન કરાયું

હિન્દ ન્યુઝ, જામનગર     જામનગર આઈ.ટી.આઈ.માં સમર સ્કીલ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આઈ.ટી.આઈ.માં ચાલતા મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, સિવિલ, ઓટોમોબાઇલ, ફેબ્રિકેશન, કોમ્પ્યુટર, સી.એન.સી., રેફ્રિજરેશન તેમજ કેમિકલ જેવા 25 થી વધારે કોર્સ અંગે ઇન્સ્ટ્રક્ટર તથા તાલીમાર્થીઓ દ્વારા પ્રેક્ટીકલ ડેમોસ્ટ્રેશન આપી વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવી હતી. આ વર્કશોપમાં ટેકનિકલ શિક્ષણના ફાયદાઓ, જામનગરની બ્રાસ તેમજ અન્ય ઔદ્યોગિક એકમોમાં તાલીમાર્થીઓની માંગ તેમજ રોજગારીની વિશાળ તકો વિશે માહિતી આપવામાં આવી હતી. આ સ્કીલ વર્કશોપમાં આશરે 1100 થી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વર્કશોપના અંતે દરેકને ફાઈલ, પેન, નોટ પેડ તથા નાસ્તાનું વિતરણ કરી પ્રોત્સાહિત…

Read More

વેરાવળ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ”મન કી બાત” જીવંત પ્રસારણ નિહાળતા ભાજપ કાર્યકર

હિન્દ ન્યુઝ, વેરાવળ       તા. 30 જૂન રવિવાર ના રોજ આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી નો ”મન કી બાત” કાર્યક્રમ નું લાઈવ પ્રસારણ વેરાવળ પાટણ શહેર ભાજપ મહિલા મોરચા પ્રમુખ ઉષાબેન કુસકીયા ના ઘરે નિહાળવાનું આયોજન કરવામાં આવેલ તેમજ મોદી દ્વારા ખુબ સરસ માહિતી અને માર્ગદર્શન આપેલ. જેમાં કેરળમાં આ ઋતુ માં છત્રીઓ બનાવવાનું મહિલાઓ દ્વારા કામગીરી કરવામાં આવે છે. ‘લોકલ ફોર વોકલ’ આ છત્રીઓનું વિતરણ કરવામાં આવે છે આમ ઘણી બધી રસપ્રદ માહિતીઓ આપેલ. આ કાર્યક્રમ માં વેરાવળના વિવિધ વોર્ડ માંથી મહિલાઓ ઉપસ્થિત રહેલ જેમાં મહામંત્રી સવિતાબેન મહેતા, ભાનુબેન તોતીયા,…

Read More