પ્લાસ્ટ ઓફ પેરિસ તથા કેમિકલયુકત રંગોથી મૂર્તિઓ બનાવવા અને વેચાણ કરવા પર પ્રતિબંધ

હિન્દ ન્યુઝ, આણંદ     આણંદ જિલ્લામાં આગામી તા. ૦૭/૦૯/૨૦૨૪ થી તા. ૧૭/૦૯/૨૦૨૪  સુધી  ગણેશ મહોત્સવના તહેવારની ઉજવણી કરવામાં આવનાર છે. ગણેશ મહોત્સવ દરમિયાન ગણેશજીની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવે છે અને સ્થાપના બાદ તમામ મૂર્તિઓને પ્રચલિત રીત-રિવાજ મુજબ નદી, તળાવમાં વિસર્જન કરવામં આવે છે. સામાન્ય રીતે આવી મૂર્તિઓ પ્લાસ્ટ ઓર ઓફ પેરિસમાંથી બનાવવામાં આવે છે. જેમાં કેમિકલયુકત રંગોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. જેથી આવી મૂર્તિઓને પાણીમાં વિસર્જન કરવાથી પર્યાવરણને નુકશાન પહોંચાડી શકે  છે.         પ્લાસ્ટર ઓફ પેરિસ (પી.ઓ.પી.) તથા કેમિકલયુકત રંગોથી બનતી મૂર્તિઓને પાણીમાં વિસર્જન કરતા ઉદ્દભવતી પર્યાવરણીય સમસ્યાઓને મૂર્તિના…

Read More

આણંદ જિલ્લાના સારસાના ગ્રામજનોએ પોતિકી સરકાર-પોતાના મુખ્યમંત્રીની લાગણી અનુભવી

જનસેવકની અનોખી જનસંવેદના હિન્દ ન્યુઝ, આણંદ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સરળ-સહજ વ્યક્તિત્વ અને જનસેવક તરીકેની અનોખી જનસંવેદનાનો વધુ એક પરિચય આણંદ જિલ્લાના સારસાના ગ્રામજનોને થયો હતો.      ભૂપેન્‍દ્ર પટેલે મૃદુ, મક્કમ અને નિર્ણાયક મુખ્યમંત્રી તરીકે મેળવેલી લોકચાહના તેમની શુક્રવારે સારસાની મૂલાકાતથી વધુ પ્રબળ બની છે.         મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શુક્રવારે ,૧૪મી જૂને સવારે રાજ્યના મુખ્ય સચિવ રાજકુમાર, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજકુમાર દાસ તથા મુખ્યમંત્રીના OSD ધીરજ પારેખ સાથે સારસા ગામે પહોંચ્યા હતા.         મુખ્યમંત્રીએ સારસામાં સ્વાગતની કોઈ જ ઔપચારિકતા વિના ગ્રામજનો…

Read More

વેરાવળની સરકારી વિજ્ઞાન કોલેજનું બી.એસ.સી. કેમિસ્ટ્રીમાં ઝળહળતું પરિણામ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ     ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢ દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ની ટી.વાય.બી.એસસી. સેમેસ્ટર-૬ ના જાહેર કરાયેલા પરિણામમાં વેરાવળની સરકારી વિજ્ઞાન કોલેજના કેમિસ્ટ્રી વિષયના વિદ્યાર્થીઓએ ઝળહળતી સફળતા મેળવી છે. કોલેજના ૫૬ વિદ્યાર્થીઓમાંથી ૭ વિદ્યાર્થીઓએ ૯૦% કરતા વધારે ટકા પ્રાપ્ત કરેલ છે તેમજ કોલેજનું સમગ્ર પરિણામ ૮૬% રહ્યું છે. ચૌહાણ કિરણે ૯૭% સાથે પ્રથમ ક્રમાંક, ડોડીયા પિન્ટુએ ૯૬.૩૬% સાથે દ્વિતીય ક્રમાંક અને ખાનપરા નિરાલીએ ૯૫.૪૫% સાથે તૃતીય ક્રમાંક મેળવ્યો છે. આમ સર્વાધિક ગુણાંક પ્રાપ્ત કરી સરકારી કોલેજના કેમિસ્ટ્રી વિષયના વિદ્યાર્થીઓ અગ્ર રહ્યાં છે. વિદ્યાર્થીઓની આ જ્વલંત સફળતા…

Read More

ધરતીપુત્રો રાજ્ય સરકારની ખેડૂત હિતલક્ષી યોજનાનો લાભ મેળવી શકે તે માટે આઈ-ખેડૂત પોર્ટલ તા. ૧૮મી જૂનથી ખુલ્લું મૂકાશે

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ     રાજ્ય સરકારની વિવિધ ખેડૂત હિતલક્ષી યોજનાઓનો લાભ મેળવી શકે તે માટે ગુજરાત સરકારના કૃષિ વિભાગ દ્વારા કાર્યરત આઈ-ખેડૂત પોર્ટલને આગામી તા. ૧૮મી જૂનથી સાત દિવસ સુધી ખુલ્લું મૂકવામાં આવશે. આ સાત દિવસ દરમિયાન ખેડૂતો પાણીના ટાંકા બાંધકામ પર સહાય યોજના, સ્માર્ટ ફોન ખરીદી પર સહાય યોજના અને પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનાનો લાભ મેળવવા ઈચ્છુક ખેડૂતોએ www.ikhedut.gujarat.gov.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે, તેમ ખેતી નિયામકની કચેરીની અખબારી યાદીમાં જણાવાયું છે. વધુમાં જણાવ્યા પ્રમાણે, ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ખેડૂતોના હિતમાં અનેકવિધ સહાયલક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી…

Read More

વેરાવળ તાલુકાના બી.આર.સી.ભવન ખાતે આવેલા રૂમોના કાટમાળની હરાજી કરાશે

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ     બી.આર.સી.ભવન કાર્યાલય બંદર રોડ, કન્યા શાળાની બાજુમાં વેરાવળ ખાતે બી.આર.સી.ભવન વેરાવળના દરવાજાની અંદરની ડાબી અને જમણી તરફ આવેલ રૂમો નંગ–૫ નાં કાટમાળની હરાજી તા.૨૪/૦૬/૨૦૨૪ ના રોજ બપોરે ૦૩:૦૦ કલાકે કરવામાં આવશે. સરકારશ્રી દ્વારા આ રૂમોની અપસેટ પ્રાઈઝ રૂ.૧,૨૬,૬૭૬/- નક્કી કરવામાં આવી છે. આ કામમાં રસ ધરાવતી વ્યકિતઓએ નક્કી કરેલ તારીખે અને સમયે હાજર રહેવું. જાહેર હરાજીની શરતો રૂબરૂ વાંચી સંભળાવવામાં આવશે અને હરાજી કરવાના રૂમને જાહેર રજાના દિવસો સિવાય ઓફિસ સમય દરમિયાન જોઈ શકાશે. Advt.      

Read More

ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી,વેરાવળ દ્વારા ‘વિશ્વ રક્તદાતા દિવસ’ની ઉજવણી કરવામાં આવી

‘વિશ્વ રક્તદાતા દિવસ’ હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ કાર્લ લેન્ડસ્ટેનરે બ્લડ ગ્રુપ સિસ્ટમની સમગ્ર વિશ્વને જાણ કરી હતી. કાર્લ લેન્ડસ્ટેનરનો જન્મદિવસ ૧૪ જૂને થયો હતો, જેના સન્માનમાં તેમના જન્મદિવસે ‘વિશ્વ રક્તદાતા દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. નાગરિકોમાં સુરક્ષિત રક્ત અને રક્ત ઉત્પાદનોની જરૂરિયાત અંગે જાગૃતિ લાવવા અને સ્વૈચ્છિક રક્તદાતાઓને તેમના જીવન બચાવનાર રક્ત ભેટ માટે આભાર માનવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ‘વિશ્વ રક્તદાતા દિવસ’ની વૈશ્વિક થીમ દર વર્ષે બદલાય છે. આ વર્ષે ‘રક્ત આપવાની ૨૦ વર્ષની ઉજવણી: આભાર રક્તદાતાઓ’ ની વિષયવસ્તુને આધારે તેની ઉજવણી કરવામાં આવી રહી છે.…

Read More

સાંસદ, ધારાસભ્ય, કલેક્ટરએ વૃક્ષ દત્તક લઈને ‘હરિયાળું ગીર સોમનાથ’ કેમ્પેઈનનો પ્રારંભ કરાવ્યો

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ     સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિંગને લીધે આજે અસંતુલિત આબોહવાનો અનુભવ કરી રહ્યું છે. વિશ્વમાં ધીમે-ધીમે ઉષ્ણતામાનમાં વધારો થઈ રહ્યો છે. સમગ્ર જીવ સૃષ્ટિ પર તેની વિપરીત અસરો પડી રહી છે. આ બધાથી બચવાનો એકમાત્ર ઉપાય પર્યાવરણની સમતુલા જાળવવાનો છે. તેમાં, ખાસ કરીને વૃક્ષો એ પર્યાવરણનું જતન કરવા માટે મહત્ત્વપૂર્ણ ભાગ ભજવે છે, ત્યારે ચોમાસા પૂર્વે વધુને વધુ વૃક્ષારોપણ થાય તેવાં ઉમદા ઉદ્દેશ્યથી ગીર સોમનાથ જિલ્લામાં ‘હરિયાળું ગીર સોમનાથ’ કેમ્પેઈનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આજે સવારે ટાવર ચોક પાસે આવેલા ડૉ.આંબેડકર ગાર્ડન ખાતેથી સાંસદ શ્રી રાજેશભાઈ…

Read More