વેરાવળ તાલુકાના બી.આર.સી.ભવન ખાતે આવેલા રૂમોના કાટમાળની હરાજી કરાશે

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

    બી.આર.સી.ભવન કાર્યાલય બંદર રોડ, કન્યા શાળાની બાજુમાં વેરાવળ ખાતે બી.આર.સી.ભવન વેરાવળના દરવાજાની અંદરની ડાબી અને જમણી તરફ આવેલ રૂમો નંગ–૫ નાં કાટમાળની હરાજી તા.૨૪/૦૬/૨૦૨૪ ના રોજ બપોરે ૦૩:૦૦ કલાકે કરવામાં આવશે.

સરકારશ્રી દ્વારા આ રૂમોની અપસેટ પ્રાઈઝ રૂ.૧,૨૬,૬૭૬/- નક્કી કરવામાં આવી છે. આ કામમાં રસ ધરાવતી વ્યકિતઓએ નક્કી કરેલ તારીખે અને સમયે હાજર રહેવું. જાહેર હરાજીની શરતો રૂબરૂ વાંચી સંભળાવવામાં આવશે અને હરાજી કરવાના રૂમને જાહેર રજાના દિવસો સિવાય ઓફિસ સમય દરમિયાન જોઈ શકાશે.


Advt.

 

 

 

Related posts

Leave a Comment