હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ આજે નિક્ષય મિત્રોને સન્માન કરવા માટે યોજાયેલા કાર્યક્રમમાં પોતાનું સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવતા પાંચ નિક્ષય મિત્રોને દત્તક લેવાની જાહેરાત કરી હતી.
ક્ષયથી પીડાતા આ દર્દીઓને પોષણક્ષમ આહાર મળે તે માટે અમૂક ચોક્કસ રકમ તથા દવા પુરી પાડવામાં આવે છે. જેથી કરીને ક્ષયથી પીડાતા દર્દીઓ ઝડપથી ક્ષય રોગમાંથી બહાર આવીને નિરામય જીવન પસાર કરી શકે.
કલેક્ટરએ જિલ્લા કલેક્ટરનો ચાર્જ સંભાળ્યો ત્યારથી અગ્રીમતાના ધોરણે નિક્ષય મિત્રો બનાવવા માટે કાર્યરત છે. તેમના પ્રયત્નોથી જિલ્લામાં ૭૦ જેટલા ક્ષયના દર્દીઓને વિવિધ સેવાભાવી સંસ્થાઓ, સેવાભાવી દાતાઓ અને કંપનીઓ દ્વારા દત્તક લઇ નિક્ષય મિત્ર બનાવવામાં આવ્યા છે.
જિલ્લા કલેક્ટરના પ્રયત્નોના કારણે આજે જિલ્લામાં ૩૧ ગામો ક્ષયમુક્ત બન્યાં છે. આગામી સમયમાં બાકી ગામોને પણ ઝડપથી ક્ષયમુક્ત બનાવવાની કટિબધ્ધતા તેમણે આ અવસરે વ્યક્ત કરી હતી.
આ માટે જિલ્લામાં ક્ષયના રોગનું ઝડપથી નિદાન થઇ શકે તે માટે કોડિનાર અને સૂત્રાપાડા ખાતે બે મશીનો લાવવા માટેની સૈધ્ધાંતિક મંજૂરી પણ કલેક્ટર દ્વારા આપી દેવામાં આવી છે અને આગામી સમયમાં ઝડપથી તે આવી જાય તે માટેની પ્રક્રિયા પણ વેગવાન બનાવવામાં આવી છે.
Advt.