ભાવનગર રોજગાર કચેરીદ્વારા સંરક્ષણ ભરતીલક્ષી નિવાસી તાલીમ માટે તા:૨૯ જૂન સુધી અરજી કરી શકશે

હિન્દ ન્યુઝ, ભાવનગર

ભાવનગર જિલ્લાનાં યુવાનો સંરક્ષણ ભરતીમાં સારો દેખાવ કરી શકે તે માટે અત્રેની કચેરી દ્વારા યુવાનોને તાલીમ આપવાં ૩૦ દિવસીય નિવાસી તાલીમવર્ગનું નિ:શુલ્ક આયોજન થનાર છે.તાલીમવર્ગમાં જોડાવાં ઈચ્છુક પુરૂષ ઉમેદવારો કે જેમની ઉમર ૧૭.૫ વર્ષ થી ૨૧ વર્ષ,લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ધોરણ-૧૦ પાસ લઘુત્તમ ૪૫ % અને દરેક વિષયમાં લઘુત્તમ ૩૩ ગુણ તથા ઉંચાઈ:૧૬૮ સે.મી.,વજન: ૫૦ કિગ્રા અને છાતીનું માપ: ૭૭(+૫ ફૂલાવો) સે.મી.,હોય તે ઉમેદવારો અરજી કરી શકશે.

વધુમાં જણાવવાનું કે આ તાલીમવર્ગમાં માહે:એપ્રિલ-૨૦૨૪ માં યોજાયેલ અગ્નિવીરની લેખિત કસોટી પાસ થયેલ ઉમેદવારોને શારીરિક કસોટીમાં સારો દેખાવ કરી શકે તે માટે તાલીમવર્ગમાં અગ્રતા આપવામાં આવશે.

ભાવનગર (રોજગાર)ની કચેરી,એનેક્સી બિલ્ડીંગ,બહૂમાળી ભવન,ખાતેથી વહેલા તે પહેલાનાં ધોરણે ચાલુ દિવસો દરમિયાન તા.૨૯/૦૬/૨૦૨૪ (૧૧:૦૦ થી ૦૫:૦૦) સુધીમાં રૂબરૂ તમામ પ્રમાણપત્રો સાથે અરજી કરવાની રહેશે તેવું રોજગાર અધિકારી દ્વારા જણાવવામાં આવે છે.


Advt.

 

 

Related posts

Leave a Comment