૨૧ જૂન: આંતરરાષ્ટ્રીય યોગ દિવસ હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લાના પ્રાકૃતિક સૌંદર્ય ધામ એવા દ્રોણેશ્વર ખાતે વિદ્યાર્થીઓ દ્વારા યોગની પૂર્વ સંધ્યાએ યોગ કરીને યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી્. દ્રોણેશ્વર ખાતે આવેલાં સ્વામિનારાયણ ગુરુકુળના વિદ્યાર્થીઓએ દ્રોણેશ્વર ગુરુકુળ ખાતે દ્રોણેશ્વરની સામે આવેલ ડેમ સાઈટ ખાતે આવેલ હનુમાનજીના મંદિર ખાતે અને ડેમના કેચમેન્ટ એરિયામાં આવેલા પથ્થરો ઉપર યોગની વિવિધ મુદ્રાઓ કરીને યોગ દિવસની ઉજવણીમાં સહભાગી થયાં હતાં. વિદ્યાર્થીઓ દ્વારા ગુરુકુળમાં યોગ લખેલી મુદ્રાનું નિદર્શન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વિદ્યાર્થીનીઓને દ્વારા વિવિધ યોગ મુદ્રાઓ કરીને યોગ દિવસની પૂર્વ સંધ્યાએ યોગ…
Read MoreDay: June 20, 2024
ગીર સોમનાથ જિલ્લામાં ધો-૧૦ અને ધો-૧૨ની પૂરક પરીક્ષા-૨૦૨૪ના સુચારૂ આયોજન માટે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા એસ.એસ.સી. (ધોરણ-૧૦), એચ.એસ.સી. સામાન્ય પ્રવાહ તથા વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષા આગામી તા.૨૪/૦૬/૨૦૨૪ થી તા.૦૬/૦૭/૨૦૨૪ દરમિયાન ગીર સોમનાથ જિલ્લામાં યોજાશે. જે અંતર્ગત પરીક્ષાના સુચારૂ આયોજન અને વ્યવસ્થા માટે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને પ્રાંત અધિકારીની કચેરી ખાતે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સંબંધિત વિભાગો સાથે જરૂરી ચર્ચાઓ કરી કલેક્ટરએ પરીક્ષાના સફળ સંચાલન માટે જરૂરી સૂચનાઓ આપી હતી અને ખાસ અંતરિયાળ ગામડાઓમાંથી આવતા વિદ્યાર્થીઓને એસ.ટી. બસની પૂરતી સુવિધાઓ મળી રહે તે માટે જરૂરી વ્યવસ્થાઓ ગોઠવવા માર્ગદર્શન આપ્યું…
Read Moreજામનગર જિલ્લાના બેડ ગામમાં પશુપાલકોના 94 ઊંટનું રસીકરણ કરવામાં આવ્યું
હિન્દ ન્યુઝ, જામનગર જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા છેવાડાના વિસ્તારોમાં રહેતા પશુપાલકોને સુવિધા મળી રહે, તેઓ વિવિધ કલ્યાણકારી યોજનાઓથી વાકેફ બને તે માટે તેમના ઘરઆંગણે સુવિધા પ્રાપ્ત બને તે માટે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે. જામનગર તાલુકામાં આવેલા બેડ ગામમાં પશુ રોગ અન્વેષણ એકમ (ADIO) દ્વારા ઊંટ સંવર્ગના પ્રાણીઓનું હેલ્થ ચેકઅપ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં પશુઓના વ્હોલ બ્લડના 30, બ્લડ સ્મેરના 50, સ્કિન સ્ક્રીપિંગના 20- કુલ 100 જેટલા નમૂના ટીમ દ્વારા લેવામાં આવ્યા હતા. કુલ 5 લાભાર્થીઓ સર્વે વિપુલભાઈ ભાંગરા, માલદેભાઈ વાઘેલા, દેવાભાઈ મોરી, કાનાભાઈ નાંઘા,…
Read Moreજી.જી.હોસ્પિટલના તજજ્ઞો દ્વારા દાહોદ તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના બે દર્દીઓની લંબમજજાના ખુણે ચોંટેલી ગાંઠ જટીલ ઓપરેશન વડે દુર કરાઈ
હિન્દ ન્યુઝ, જામનગર ગુરૂ ગોવિંદસિંઘ સરકારી હોસ્પિટલ જામનગર ખાતે ફુલ ટાઈમ ન્યુરોસર્જરી તજજ્ઞોની રાજ્ય સરકાર દ્વારા નિમણૂંક થતા તાજેતરમાં જ ન્યુરોસર્જરી વિભાગના સુપર સ્પેશિયાલિસ્ટ તજજ્ઞો ડૉ.ભૌમિક ચુડાસમા અને ડૉ.તેજસ ચોટાઈ દ્વારા દાહોદ તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૯ તથા ૮૦ વર્ષના દર્દીઓના લંબમજજાના ખુણે ચોંટેલી ગાંઠનું ખૂબ જ જટીલ ઓપરેશન સફળતાપૂર્વક પુર્ણ કરી નવજીવન આપેલ છે. આ પ્રકારની ગાંઠ મગજના પાછળના ભાગે આવેલી હોય છે અને જેનું ઓપરેશન ખુબ જ જટીલ હોય છે.ઓપરેશન દરમિયાન મગજની આસપાસના નાજુક ભાગોને સલામત રાખીને સર્જરી કરવાની હોય છે.નહીતર દર્દીનાં અમુક કાર્યો કાયમી રીતે…
Read Moreજાહેરનામાનો ભંગ કરનાર ભારતીય દંડ સહિતાની કલમ-૧૮૮ ની જોગવાઈ મુજબ શિક્ષાને પાત્ર થશે
હિન્દ ન્યુઝ, જામનગર જામનગર જિલ્લ્લામાં આવેલ જળાશયોમાં નાહવા પડેલ વ્યક્તિઓના ડુબી જવાથી મૃત્યુ થવાની ઘટનાઓ ધ્યાને આવેલ છે. તાજેતરમાં જ કાલાવડ તાલુકાના બાલંભડી તથા પીઠડીયા ખાતે ડેમમાં ડુબી જવાના કારણોસર માનવ મૃત્યુ નોધાયા હતા. નદી, તળાવ, નહેર, દરીયો, ડેમ, સિંચાઈ, યોજનાઓ વગેરે સ્થળોએ વિશાળ સંખ્યામાં લોકો હરવા ફરવા માટે આવતા હોય છે. અને ડેમ/જળાશય/નદી કાંઠે નાહવા કે અન્ય કારણોસર જતા દુર્ઘટનાઓ થતી હોય છે. જેથી આવા સ્થળોએ લોકોની સુરક્ષા બાબતે તકેદારીના ભાગ રૂપે નાહવા કે અન્ય કારણોસર લોકોના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવા અંગે ગુજરાત સરકારના ગૃહ વિભાગ તરફથી…
Read Moreજામનગરમાં ધોરણ 10 અને ધોરણ 12 ની પૂરક પરીક્ષા કેન્દ્રોના 100 મીટરના વિસ્તારમાં પ્રતિબંધાત્મક હુકમ જાહેર કરાયા
હિન્દ ન્યુઝ, જામનગર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ 10 એસ.એસ.સી. અને ધોરણ 12 એચ.એસ.સી. વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના ઉમેદવારોની પૂરક પરીક્ષા યોજાશે. આગામી તારીખ 24/06/2024 થી તારીખ 06/07/2024 દરમિયાન આયોજિત પરીક્ષા સત્રમાં ચોરીના દુષણને કારણે તેજસ્વી વિદ્યાર્થીઓને નિયમોનુસાર પરીક્ષા આપવામાં અડચણ થવાની સંભાવના રહે છે. પરીક્ષાઓ દરમિયાન પ્રશ્નપત્રો અને તૈયાર ઉત્તરોની કોપી ઝેરોક્સ કે કોપીયર મશીન દ્વારા મેળવીને અને પરીક્ષાખંડમાં મોબાઈલ ફોનથી પરીક્ષાર્થીઓને મદદ થતી હોવાથી તેજસ્વી વિધાર્થીઓને અન્યાય થતો અટકાવવો જરૂરી જણાય છે. તેથી જામનગર જિલ્લામાં નિયત કરાયેલા પરીશિષ્ટ મુજબના પરીક્ષા કેન્દ્રોની…
Read Moreજામનગર જિલ્લાના જોગવડ ગામે 10 સગર્ભા માતાઓ અને 68 બાળકોનું રસીકરણ કરવામાં આવ્યું
હિન્દ ન્યુઝ, જામનગર જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન તળે છેવાડાના ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા નાગરિકોનું રસીકરણ પૂર્ણ કરાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. લાલપુર તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પડાણાના સબ સેન્ટર જોગવડ ગામમાં જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા 30 ટીમ બનાવીને રૂટીન આરોગ્ય સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોગવડ ગામમાં પરપ્રાંતિય મજૂરોની ખૂબ અવર-જવર રહેતી હોય છે અને અમુક લાભાર્થીઓ રસીકરણ વિષે વિવિધ અફવાઓથી ડરીને લાભથી વંચિત રહી ગયા હોવાનું સામે આવ્યું હતું. તાજેતરમાં વિશ્વ આરોગ્ય સંસ્થાના ડો. વિનય કુમાર અને વિજયભાઈ જોશી દ્વારા…
Read Moreજામનગરમાં તા.23 થી 25 જૂન દરમિયાન પોલિયો નાબુદી ઝુંબેશનું આયોજન કરાશે
હિન્દ ન્યુઝ, જામનગર જામનગર જિલ્લામાં આગામી તારીખ 23 થી 25 જૂન દરમિયાન પોલિયો નાબુદી ઝુંબેશ યોજવામાં આવશે. જેમાંં 0 થી 5 વર્ષના તમામ બાળકોને પોલિયોના બે ટીપા પીવડાવવામાં આવશે. તારીખ 23 જૂનના રોજ ‘નેશનલ ઈમ્યુનાઈઝેશન ડે’ ની ઉજવણીના ભાગરૂપે જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજના માર્ગદર્શન હેઠળ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.નૂપુર પ્રસાદની આગેવાની હેઠળ જિલ્લાના તમામ ગામોમાં આ ઝુંબેશ હાથ ધરવામાં આવશે. આ ઝુંબેશ દરમિયાન જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના 0 થી 5 વર્ષના 94501 જેટલા બાળકોને જિલ્લાના આરોગ્ય કર્મચારીઓ દ્વારા પોલિયોના ટીપા પીવડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.…
Read Moreવર્ષાઋતુને અનુલક્ષીને આપત્તિ સામેની બચાવ અને રાહત કામગીરીની વ્યવસ્થા અંગેની સમિક્ષા માટે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ
હિન્દ ન્યુઝ, રાજકોટ આજ તા.૨૦/૦૬/૨૦૨૩ ગુરૂવારના રોજ રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીનભાઇ ઠાકરના અધ્યક્ષસ્થાને મહાનગરપાલિકા હસ્તકના જુદા-જુદા વિભાગના અધિકારીઓની બેઠક યોજવામાં આવેલ. જેમાં આગામી વર્ષાઋતુને અનુલક્ષીને આપત્તિ સામેની બચાવ અને રાહત કામગીરીની વ્યવસ્થા અંગેની સમીક્ષા માટે ડ્રેનેજ શાખા, બાંધકામ શાખા, વોટર વર્ક્સ શાખા, ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીઝ શાખા, આરોગ્ય શાખા, રોશની વિભાગ, ગાર્ડન શાખા, પ્રોજેક્ટ શાખા અને મધ્યાહન ભોજન અને ફૂડ વિભાગ, જી.એ.ડી. શાખા, શાળા બોર્ડ, ટાઉન પ્લાનીંગ શાખા, સુરક્ષા વિભાગ, સેન્ટ્રલ વર્કશોપ વિભાગ, જગ્યા રોકાણ તથા માર્કેટ વિભાગ, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા સહિતના વિભાગના અધિકારીઓ સાથે હાલની…
Read More“અવેધ મજાર પરનું પાણી ઉતરતા તંત્રનું પણ પાણી ઉતરી ગયું”
હિન્દ ન્યુઝ, જામનગર જામનગરનાં રણજીતસાગરમાં ગેરકાયદેસર અવેધ પંજૂપીર નામે મજાર ઊભી કરી લીધેલ છે. શરૂઆતમાં એક હતી હવે ત્યાં ત્રણથી ચાર અવેધ મજારો ખડકી લીધેલ છે. જેની હિન્દુ સેના દ્વારા મજાર દૂર કરવા ભૂતકાળમાં સરકાર પાસે રજૂઆત કરેલ હતી. અન્ય સંગઠનો એ પણ સરકાર ને રજૂઆત કરી હતી ત્યારબાદ તંત્રના અધિકારીઓ દ્વારા તપાસ થતા ત્યાં ચોમાસાના પાણીને લીધે મજાર ન હટાવવાના બહાના મળી ગયેલ હોય અને પાણી હટશે પછી તેનો નિકાલ થશે તેવા જવાબ મળેલ હતા. હવે આ અવેદ મજારમાં પાણી ઉતરી ગયું હોય પરંતુ તંત્રનું પાણી પણ…
Read More