“અવેધ મજાર પરનું પાણી ઉતરતા તંત્રનું પણ પાણી ઉતરી ગયું”

હિન્દ ન્યુઝ, જામનગર

     જામનગરનાં રણજીતસાગરમાં ગેરકાયદેસર અવેધ પંજૂપીર નામે મજાર ઊભી કરી લીધેલ છે. શરૂઆતમાં એક હતી હવે ત્યાં ત્રણથી ચાર અવેધ મજારો ખડકી લીધેલ છે. જેની હિન્દુ સેના દ્વારા મજાર દૂર કરવા ભૂતકાળમાં સરકાર પાસે રજૂઆત કરેલ હતી. અન્ય સંગઠનો એ પણ સરકાર ને રજૂઆત કરી હતી ત્યારબાદ તંત્રના અધિકારીઓ દ્વારા તપાસ થતા ત્યાં ચોમાસાના પાણીને લીધે મજાર ન હટાવવાના બહાના મળી ગયેલ હોય અને પાણી હટશે પછી તેનો નિકાલ થશે તેવા જવાબ મળેલ હતા. હવે આ અવેદ મજારમાં પાણી ઉતરી ગયું હોય પરંતુ તંત્રનું પાણી પણ ઉતરી ગયેલું દેખાય આવે છે. સરકારનાં ઓર્ડરને ઘોળીને પી જતી આ અવેધ જગ્યા ને હટાવવાની કોઈ અધિકારીઓમાં તાકાત નથી તેવી ચર્ચાઓ સમાજમાં ચર્ચા રહી છે અને રાજકીય નેતાઓ ઉપર માછલા ધોવાઈ રહ્યા છે.

   ખરેખર રણજીતસાગર પર ગેરકાયદેસર અવધ 12000 થી 15000 ફૂટનો સરકારી કબજો તેમજ અવેધ બાંધકામ હટાવવા માંગ સાથે કલેક્ટર તેમજ ઉચ્ચતર સુધી હિન્દુ સેનાએ રજૂઆત કરેલ હતી. સમય અંતરે તારીખ 16/09/2022 ના સરકારી ઓર્ડર પણ આવી ગયેલ છે.

    જામનગર હર્ષદપુર ગામના સરકારી ખરાબાના સ.નં.11 જુના સ.નં. 9003 ખાતા નંબર 583 વાડી જમીનમાં 1750.00 ચો.મી. જમીનમાં પરવાનગી વગર ધાર્મિક વિષયક દબાણ કરેલ છે. આ વિગતે પુરાવા ધ્યાને લેતા સરકારી ખરાબાની જમીનમાં દબાણ કરેલ હોવાનું સ્પષ્ટ રીતે જાહેર થતું હોય, સરકારી ખરાબાના સ.નં.11 વાળી જમીનમાં ગેરકાયદેસર દબાણ સાબિત કર્યાનું માની દબાણનું ક્ષેત્રફળ હે.આરે.ચો.મી. 1750.00 અને દંડની રકમ રૂ.595 તેમજ દબાણની નીચેની જમીનનો સરકારી તથા ઈતરવેરા વસૂલ લેવા તથા દંડની રકમ તાત્કાલિક ભરવા, ભરાવવા તથા દબાણ ખુલ્લું કરવા હુકમ કરવામાં આવેલ છે. જો દબાણકાર સ્વેચ્છાએ દબાણ દૂર ન કરે તો લેન્ડ રેવન્યુ કોડની કલમ 202 ની નોટિસ આપવાની કાર્યવાહી કરી દબાણ કરનારના ખર્ચે અને દબાણ ખુલ્લું કરવાનો હુકમ તારીખ 16/09/2022 ના રોજ ફરમાવવામાં આવેલ છે. જેનો અમલવારી આજ દિન સુધી કરેલ નથી. ત્યારે ઉચ્ચ અધિકારીઓ તેમજ રાજકીય નેતાઓ કોની લાજ શરમ રાખી બેઠા છે કે હજુ વધુ મજબૂતી સાથે ડેવલોપ થાય તેની રાહ જોવાય રહી છે. આ અવેધ પંજુપીરની જગ્યાને યોગીબાબાના બુલડોઝર વાળી કરવામાં નહીં આવે તો હિન્દુ સેનાએ આગળ વધવું પડશે તો તાત્કાલિક ધોરણે જામનગરની સાનને જાળવવા અને જલ જીહાદ અટકાવવા પંજુપીરની અવેધ જગ્યાને દૂર કરવા તંત્ર કમર કશે તેવી માંગણી ઉઠવા પામી છે.

રિપોર્ટ : પ્રતિક ભટ્ટ, જામનગર

Related posts

Leave a Comment