બાગાયત વિભાગની નવી ત્રણ યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ તા.૧૩ ઓગસ્ટ સુધી ખુલ્લુ રહેશે

હિન્દ ન્યુઝ, જામનગર 

    જામનગર જિલ્લાના તમામ બાગાયતદાર ખેડુતોને નાયબ બાગાયત નિયામક જામનગરની યાદીમાં જણાવાયું છે કે ચાલુ વર્ષ ૨૦૨૪-૨૫ માં બાગાયત વિભાગની નવી ત્રણ યોજના ફળ શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના, ફળપાકોના જુના બગીચાઓને નવસર્જન કરવા માટેની યોજના તથા પપૈયા પાકમાં ફળપાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમની સહાય યોજના માટે સરકાર દ્વારા આઇ-ખેડુત પોર્ટલ તા:૧૪-૦૬-૨૦૨૪ થી ૧૩-૦૮-૨૦૨૪ સુધી ખુલ્લુ મુકવામા આવેલ છે.તો લાભ લેવા માંગતા ખેડૂતોએ ઓનલાઇન અરજી કરી જરૂરી સાધનીક દસ્તાવેજો જેવા કે અરજીની પ્રિન્ટ નકલ, ૭-૧૨, ૮-અનું.જાતિ ના દાખલા (અનુસુચીત જાતી માટે), આધારકાર્ડ, રેશન કાર્ડ, બેન્ક બચત ખાતાની નકલ સામેલ કરીને અરજી નાયબ બાગાયત નિયામકની કચેરી, જિલ્લા સેવા સદન-૪, પ્રથમ માળ, રૂમ નં. ૪૮, સુભાષ પુલ પાસે, જામનગર ફોન નં. ૦૨૮૮-૨૫૭૧૫૬૫ ખાતે તાત્કાલીક પહોચતી કરવા જણાવવામા આવે છે.


Advt.

 

 

Related posts

Leave a Comment