હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર નદી, તળાવ, નહેર, દરીયામાં નહાવા પડવાથી વ્યક્તિઓના ડુબી જવાથી મૃત્યુ થવાની સંભાવનાને ધ્યાને લઈ છોટાઉદેપુર જિલ્લા મેજિસ્ટ્રેટ અનિલ ધામેલીયાએ તેમને મળેલ સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા જિલ્લામાં કેટલાક કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ જાહેરનામા અનુસાર ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદ શરૂ હોય તે સમયગાળા દરમિયાન નદી-નાળા, કોતરો, તળાવ, સરોવર, કોઝ-વે, નહેર અને ચેકડેમ ઉપરથી પસાર ન થવું. ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદ શરૂ હોય તે સમયગાળા દરમિયાન નદી-નાળા, કોઝ-વે, નહેર, તળાવ તથા પિકનીક સ્પોટ પર મોબાઈલ ફોન/કેમેરાથી સેલ્ફી લેવાનું ટાળવું. ચોમાસાની ઋતુ દરમિયાન નદી-નાળાં, તળાવ, સરોવર, નહેર…
Read More