આંતરરાષ્ટ્રિય યોગ દિવસ નિમિતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, વૃંદાવન શાખા, આણંદ દ્વારા “યોગ સપ્તાહ” નું આયોજન

હિન્દ ન્યુઝ, આણંદ 

    “કરો યોગ, રહો નિરોગ” ધ્યેય સાથે ઊજવવામાં આવતા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21 જૂનના ઉપલક્ષમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, વૃંદાવન શાખા, આણંદ દ્વારા તારીખ ૧૪/૦૬/૨૦૨૪ થી ૨૧/૦૬/૨૦૨૪ દરમિયાન સવારે ૦૬:૩૦ થી ૭:૩૦ કલાકે યોગ સપ્તાહનું આયોજન મારુતિ સ્પંદ કોમ્પ્લેક્સ, જીટોડીયા રોડ ખાતે કરવામાં આવ્યું છે. જેમાં જીટોડીયા રોડ, વિદ્યા ડેરી રોડ તથા જીટોડિયા વિસ્તારમાં રહેતા ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે. સાધકોને સ્ફૂર્તિ યોગ, આસનો જેવાકે તાડાસન, વીર ભદ્રાસન, ઉતકટાસ, વજ્રાસન તથા સૂર્ય નમસ્કાર અને પ્રાણાયામ નો અભ્યાસ કરાવવામાં આવે છે. અંતમાં સંઘની પ્રાર્થના કરી સૌ છૂટા પડે છે. આ સમગ્ર યોગ સપ્તાહમાં યોગ શિક્ષક તરીકે જગદીશભાઈ ખાંગુડા, કમલેશભાઈ સાદરીયા, રાજેશભાઈ ભટ્ટ અને કેશવભાઈ કામળીયા સેવા આપી રહ્યા છે. આ વિસ્તારના ભાઈ બહેનો મોટી સંખ્યામાં ભાગ લઈ યોગ સપ્તાહને સફળ બનાવવા સહકાર આપી રહ્યા છે. આ વિસ્તારમાં રહેતા ભાઈઑ અને બહેનોને યોગ સપ્તાહમાં ભાગ લઈ પોતાના તન મનને સ્વસ્થ રાખવા ભારતના ભવ્ય સાંસ્કૃતિક વારસાનો લાભ લેવા અનુરોધ છે.

આણંદ જિલ્લા બ્યુરો ચીફ : ભાવેશ સોની


Advt.

Related posts

Leave a Comment