હોમગાર્ડઝ યુનિફોર્મના દુરૂપયોગ બદલ એક મહિલા સહિત ત્રણ સભ્યોને ફરજ મોકુફ કરતા જિલ્લા કમાન્ડન્ટ

હિન્દ ન્યુઝ, જામનગર

     હોમગાર્ડઝ દળ તાલીમ અને શિસ્તને વરેલું દળ છે આ દળની સ્થાપના દળના જવાનોને તાલીમ, અનુસાશન, નિષ્ઠા અને સેવા કાર્યો કરવા માટે તૈયાર કરવા અસ્તિત્વમાં આવેલ છે અને જ્યારે જરૂર પડે ત્યારે પોલીસની અવેજીમાં ફક્ત કાયદો અને વ્યવસ્થાની ફરજો નિભાવવાની હોય છે.

   હોમગાર્ડઝ દળનો યુનિફોર્મ જ્યારે કોઈ પણ સભ્યએ ધારણ કરેલ હોય ત્યારે દરેક હોમગાર્ડઝ સભ્ય કે અધિકારી હોમગાર્ડઝ અધિનિયમ-૧૯૪૭ ની કલમ-૯ મુજબ રાજ્ય સેવક ગણવામાં આવે છે. જેથી જ્યારે પણ દળનાં આ યુનિફોર્મનો દુરૂપયોગ થાય ત્યારે તે રાજ્ય સરકારનાં સેવક તરીકે યોગ્ય ન ગણાય.

     આવી જ રીતે જામનગર શહેર સીટી બી, યુનિટનાં સભ્ય ઈમરાન એચ. સીપાઈગોરી દ્વારા હોમગાર્ડઝ દળનાં યુનિફોર્મ સાથે પોલીસની બેરીકેપ ધારણ કરીને પોલીસ તરીકેનો ફોટો લાગે તે પ્રકારે ઉપયોગ કરીને પોતાનાં ફેસબુક પ્રોફાઈલમાં રાખેલ તથા સીટી સી, યુનિટનાં મહીલા સભ્યએ હોમગાર્ડઝનાં યુનિફોર્મમાં એરપોર્ટ જેવાં સેન્સેટીવ વિસ્તારમાં રીલ બનાવી પોતાની સ્ટોરીમાં રાખેલ. તેમજ જામજોધપુર યુનિટનાં ઈન્ચાર્જ ઓફીસર કમાન્ડીંગ યોગેશ જોષી દ્વારા પોતે પ્લાટુન કમાન્ડરની રેન્ક ધરાવતા ન હોવા છતાં પ્લાટુન કમાન્ડરની રેન્ક, ક્રોસ બેલ્ટ, પી.કેપ, મેપલ લીઝ ધારણ કરતો ફોટો પોતાના વોટ્સએપ ડીપીમાં રાખેલ. જે બાબતો જિલ્લા કમાન્ડન્ટનાં ધ્યાને આવતાં બંન્ને સભ્યો તથા અધિકારીને તાત્કાલિક અસરથી ફરજ મોકુફ કરવાનો તેઓ દ્વારા હુકમ કરવામાં આવેલ છે.

    વિશેષમાં જિલ્લા કમાન્ડન્ટ ગીરીશ સરવૈયા જણાવ્યું છે કે નિવૃત થઈ ગયેલા અધિકારી, સભ્યો નિવૃતિ બાદ પણ અન્ય સંસ્થાના આઈ.ડી.કાર્ડ બનાવવાં માટે દળના યુનિફોર્મ સાથેનાં ફોટાનો દુરઉપયોગ કરેલ છે. જે પણ ખુબજ ગંભીર બાબત છે. જેથી જેઓએ પણ નિવૃત્તિ બાદ દળના ફોટાનો અન્ય સંસ્થામાં આઈડી કાર્ડ બનાવવા ઉપયોગ કરેલ છે તે તાત્કાલીક પોતાનું આઈડી કાર્ડ જે તે સંસ્થામાં જમાં કરાવીને પોતાનાં સીવીલ ડ્રેસ વાળા ફોટા સાથેનું આઈડી કાર્ડ મેળવી લે અન્યથા તેઓની સામે પણ ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે.


Advt.

Related posts

Leave a Comment