દીવ ખાતે ભાજપ દ્વારા કાળા દિવસ તરીકેની ઉજવણી

હિન્દ ન્યુઝ, દીવ 

    25 જૂન, 1975 ના રોજ તત્કાલીન કોંગ્રેસ સરકાર દ્વારા સમગ્ર દેશમાં લાદવામાં આવેલ કટોકટીને આજે પચાસ વર્ષ પૂર્ણ થયા છે. આ દિવસને દર વર્ષે ભાજપ દ્વારા કાળા દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને દેશભરમાં વિરોધ માર્ચ કાઢવામાં આવે છે. આજે દીવ માં પણ ભારતીય જનતા પાર્ટી દમણ દિવ પ્રદેશના ઉપપ્રમુખ કિટીઝ વાઝાની આગેવાની હેઠળ દીવ કલેક્ટર કચેરી સુધી વિરોધ રેલી કાઢવામાં આવી હતી અને ઇમરજન્સી અને કોંગ્રેસનો વિરોધ કરી કાર્યકરોએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

આજના કાર્યક્રમમાં ઉપસ્થિત દીવ જિલ્લા ભાજપ મહામંત્રી ભાવેશ ચૌહાણે સંબોધતા જણાવ્યું હતું કે, દેશમાં લોકશાહીની હત્યા કરવાનો અને તેના પર વારંવાર હુમલા કરવાનો કોંગ્રેસનો લાંબો ઈતિહાસ છે. આનું સૌથી મોટું ઉદાહરણ 1975 માં આ દિવસે કોંગ્રેસ દ્વારા લાદવામાં આવેલી કટોકટી છે.

ઘમંડી, નિરંકુશ કોંગ્રેસ સરકારે એક પરિવારની સત્તાના આનંદ માટે 21 મહિના માટે દેશમાં તમામ પ્રકારના નાગરિક અધિકારો સ્થગિત કરી દીધા હતા.આ સમય દરમિયાન, તેમણે મીડિયા પર સેન્સરશીપ લાદી હતી, બંધારણમાં ફેરફારો કર્યા હતા અને કોર્ટના હાથ પણ બાંધ્યા હતા, અમે અસંખ્ય સત્યાગ્રહીઓ, સામાજિક કાર્યકરો, કાર્યકરો, ખેડૂતો, યુવાનો અને મહિલાઓના સંઘર્ષને સલામ કરીએ છીએ જેમણે કટોકટીનો વિરોધ કર્યો હતો.

સંસદ શેરીઓમાં છુંઆજની વિરોધ યાત્રામાં દીવ જિલ્લા ભાજપ પ્રમુખ મોહન ભાઈ લક્ષ્મણે અને દીવ જિલ્લા પંચાયત પ્રમુખ રામજી ભીખા. પાલિકા પ્રમુખ હેમલતા સોલંકી. કાઉન્સિલર. તેમજ અન્ય ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


Advt.

Related posts

Leave a Comment