બાગાયત ખાતાની સહાયલક્ષી યોજનાઓ માટે કરેલી અરજીઓ તા.૩૦ મી જૂન સુધીમાં જમા કરાવવી

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર

    છોટાઉદેપુરના નાયબ બાગાયત નિયામકની એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ તા.૧૨/૦૩/૨૦૨૪ થી તા.૧૧/૦૫/૨૦૨૪ સુધી બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ માટે આઇ ખેડુત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. જે અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં ખેડૂતો દ્વારા ૧૦,૯૭૬અરજીઓ કરવામાં આવી હતી. બાગાયત ખાતાની સહાય મેળવવા માટે આઇ ખેડુત પોર્ટલ પર અરજી કર્યા બાદ સાધનિક કાગળો સાથે તે અરજી નાયબ બાગાયત નિયામકની કચેરીમાં જમા કરવાની હોય છે, પરંતુ હજુ મોટાભાગના ખેડૂતો દ્વારા અરજીઓ કચેરીમાં જમા કરાવવામાં આવી નથી. જેને ધ્યાને જે ખેડૂતોએ બાગાયત ખાતામાં સહાય મેળવવા આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી હોય પરંતુ કચેરીમાં જમા કરાવી ન હોય તેવા તમામ ખેડૂતોને ઓનલાઇન કરેલ અરજી, ૭, ૧૨, ૮અ ના ઉતારા, આધારકાર્ડ, જાતિ અંગેનું પ્રમાણપત્ર તથા બેન્ક પાસબુક અથવા કેન્સલ ચેકની નકલ સાથે નાયબ બાગાયત નિયામકની કચેરી, એસ-૧, બીજો માળ, જિલ્લા સેવાસદન, છોટાઉદેપુર ખાતે રૂબરૂ અથવા ટપાલ દ્વારા તા.૩૦/૦૬/૨૦૨૪ સુધીમાં મોકલી આપવા જણાવાયું છે. તા. ૩૦/૦૬/૨૦૨૪ બાદ અરજી સ્વીકારવામાં કે ધ્યાને લેવામાં આવશે નહીં તેમ વધુમાં જણાવાયું છે.


Advt.

Related posts

Leave a Comment