છોટાઉદેપુર જિલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડુતો માટે બાગાયત ખાતાની નવી યોજનાઓની સહાય માટે આઇ-ખેડુત પોર્ટલ ખુલ્લુ મુકાયું

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર

     છોટાઉદેપુરના નાયબ બાગાયત નિયામકની એક યાદીમાં જણાવ્યા મુજબ બાગાયત ખાતાની વિવિધ યોજનાઓના ઘટકો જેવા કે પપૈયા ફળપાક ઉત્પાદકતા વધારવાના કાર્યક્રમ આંબા તથા લીંબુ ફળપાકના જુના બગીચાઓને નવસર્જન માટે સહાય તથા શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન કાર્યક્રમ અંતર્ગત સહાય માટે તા.૧૩/૦૮/૨૦૨૪ સુધી આઈ ખેડૂત (https://ikhedut.gujarat.gov.in) પોર્ટલ ખુલ્લું મુકવામાં આવ્યું છે.

જેમાં પપૈયા ફળપાક ઉત્પાદકતા વધારવાના કાર્યક્રમ હેઠળ જે ખેડુતોને પપૈયા ઘટકમાં બાગાયત ખાતાની અન્ય યોજનાઓમાં સહાયનો વિસ્તાર પૂર્ણ થઇ ગયેલ હોય તેઓને જ આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે. જેમાં પપૈયાના રોપા દીઠ મહત્તમ રૂ.૫/- સહાય ધ્યાને લઇ મહત્તમ રૂ.૧૫,૦૦૦/- પ્રતિ હેકટર પ્રમાણે સહાય મળવાપાત્ર રહેશે. આંબા તથા લીંબુ ફળપાકના જુના બગીચાઓને નવસર્જન માટે સહાયમાં આંબાની વાડીમાં કટીંગ, અપરૂટીંગ, ગેપ ફીલીંગ, સંકલિત રોગ જીવાત, પોષણ વ્યવસ્થાપન ખર્ચના ૫૦% મહત્તમ રૂ.૪,૦૦૦/- પ્રતિ હેક્ટર તેવી જ રીતે લીંબુપાકમાં મહત્તમ રૂ.૨૫,૦૦૦/- પ્રતિ હેકટર સહાય મળવાપાત્ર રહેશે અને શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન કાર્યક્રમ હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતાં હોય તેવા ખેડુતોને મહત્તમ રૂ.૨૦,૦૦૦/- પ્રતિ હેકટર સહાય મળવાપાત્ર રહેશે.જે ખેડુતમિત્રો બાગાયત ખાતાની આ યોજનાનો લાભ મેળવવા માંગતા હોય તેઓએ ગ્રામ પંચાયતમાં વી.સી.ઈ.મારફત અથવા ખાનગી ઇન્ટરનેટ સોર્સ મારફત અરજી કરવા જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત ઓનલાઇન અરજીની નકલ સાથે ૭, ૧૨, ૮અ ના ઉતારા, આધારકાર્ડ, જાતિ અંગેનું પ્રમાણપત્ર તથા બેન્ક પાસબુક/કેન્સલ ચેકની નકલ સહિત નાયબ બાગાયત નિયામકની કચેરી, એસ-૧, બીજો માળ, જિલ્લા સેવાસદન, છોટાઉદેપુર ખાતે ઓનલાઇન કર્યેથી દીન-૭ માં અથવા તા.૩૦/૦૮/૨૦૨૪ સુધીમાં રૂબરૂ/ટપાલ દ્વારા મોકલી આપવા જણાવવામાં આવ્યું છે. તા: ૩૦/૦૮/૨૦૨૪ બાદ અરજી સ્વીકારવામાં કે ધ્યાને લેવામાં આવશે નહીં તેમ વધુમાં જણાવાયું છે.


Advt.

 

 

Related posts

Leave a Comment