“મહિલા રોકડ પુરસ્કાર યોજના” માટે તા.૧૨ જુલાઈ સુધી અરજી કરી શકાશે

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર

    જિલ્લા રમત વિકાસ અધિકારીની એક અખબારી યાદીમાં જણાવ્યાનુસાર, સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪ માં વિવિધ રમતોની રાજ્યકક્ષાની શાળાકીય સ્પર્ધા અંડર-૧૪,૧૭,૧૯ અને સ્કુલ ગેઈમ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા આયોજિત રાષ્ટ્રકક્ષાની સ્પર્ધામાં એસ.એ.જી. દ્વારા રાજ્યનું પ્રતિનિધિત્વ કરેલ મહિલા ખેલાડીઓને કોઈ પણ એક જ રમતમાં તેમજ એક જ સિદ્ધિ માટે “મહિલા રોકડ પુરસ્કાર યોજના” નો લાભ મળવાપાત્ર છે. આ યોજનાઓ લાભ મેળવવા ઈચ્છુક મહિલા ખેલાડીઓએ જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી, બી-૫, પ્રથમ માળ, જિલ્લા સેવા સદન, છોટાઉદેપુર ખાતેથી ફોર્મ મેળવી મેરીટ સર્ટીફીકેટ, આધાર કાર્ડ, કેન્સલ ચેક વગેરે જરૂરી પ્રમાણપત્રો સાથે આગામી તા.૧૨/૦૭/૨૦૨૪ સુધીમાં જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી ખાતે જમા કરાવવા આ યાદીમાં વધુમાં જણાવાયું છે.


Advt.

 

Related posts

Leave a Comment