છોટાઉદેપુર જિલ્લાની સરકારી કચેરીઓના પરિસરથી ૧૦૦ મીટરની ત્રિજ્યામાં કેટલાંક કૃત્યો કરવા પર પ્રતિબંધ

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર

   છોટાઉદેપુર જિલ્લાના જાહેર સ્થળોએ વગર પરવાનગીએ ધરણા, રેલી, સરઘસ, દેખાવો જેવા કાર્યક્રમોમાં ચાર કે તેથી વધુ માણસો એકઠા ન થાય, સુલેહ શાંતિનો ભંગ ન થાય, જિલ્લા/તાલુકા સેવાસદન/નગરપાલિકાએ પોતાના કામ અર્થાત આવતા નાગરીકોને કોઇ અગવડ ન પડે તેમજ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી શૈલેશ ગોકલાણીએ એક જાહેરનામા દ્વારા જિલ્લા સેવા સદન, છોટાઉદેપુર તથા છોટાઉદેપુર, બોડેલી, નસવાડી, જેતપુરપાવી, કવાંટ અને સંખેડા તાલુકા સેવા સદન તેમજ છોટાઉદેપુર નગરપાલિકાની બહાર કે કચેરીઓના પરિસરથી ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં સક્ષમ અધિકારીશ્રીની પરવાનગી મેળવ્યા સિવાય, અનઅધિકૃત/ગેરકાયદેસર રીતે ચાર કરતાં વધુ વ્યક્તિઓના એકી સાથે કોઈપણ જગ્યાએ ભેગા થઈને કોઈ મંડળી બનાવી ધરણા કરવા, આવેદનપત્ર આપવા, પ્રતિક ધરણા, ભુખ હડતાળ પર બેસવા, ઉપવાસ કે આમરણાંત ઉપવાસ ઉપર બેસવા કે સંગઠીત થઈ રેલી કાઢવા ઉપર મનાઈ ફરમાવ્યો છે.

આ જાહેરનામું તા.૨૩/૦૮/૨૦૨૪ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ કાયદાની જોગવાઈ મુજબ શિક્ષાને પાત્ર થશે.


Advt.

 

Related posts

Leave a Comment