વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ધોડીપાડા ખાતે બિરસા મુંડા જન્મજયંતિ ની ઉજવણી

હિન્દ ન્યુઝ, વલસાડ

      ભારત સરકાર દ્વારા તા. ૧૫ નવેમ્બર બિરસા મુંડા જન્મજયંતિના ૧૫૦ વર્ષ પૂર્ણ થતા હોવાથી બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતિની ઉજવણી નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા આદિજાતિ જન ઉત્કર્ષ મહોત્સવ – ૨૦૨૪નું વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ધોડીપાડા ખાતે સાંસ્કૃતિક હોલમાં તા. ૨૮ અને ૨૯ નવેમ્બરના રોજ ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણીમાં વલસાડ, નવસારી, ડાંગ અને સુરત જિલ્લાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. 

પ્રથમ દિવસે તા. ૨૮ નવેમ્બરના રોજ ગુરૂવારે સવારે ૧૦ કલાકે રાજ્યના આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પૌઢ શિક્ષણ વિભાગના કેબિનેટ મંત્રીશ્રી ડો.કુબેરભાઈ ડીંડોર અને આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજીભાઈ હળપતિની ઉપસ્થિતિમાં આદિવાસી જન ઉત્કર્ષ મહોત્સવ – ૨૦૨૪ અંતર્ગત અમૃતકુંભ કળશયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે ૧૧ કલાકથી બે દિવસીય ઉજવણીનો પ્રારંભ થશે. જેમાં ૧ વાગ્યા સુધીમાં ભગવાન બિરસા મુંડા અને આદિવાસી દેવી-દેવતાઓનું પૂજન, આદિવાસી લોકનૃત્ય, મુખ્ય મહેમાન અને મહાનુભાવોનું પ્રાસંગિક ઉદબોધન અને પ્રદર્શનનું ઉદઘાટન અને નિદર્શન યોજાશે. બપોરે ૨ થી ૪ વાગ્યા સુધી સેમિનાર યોજાશે. જેમાં સંવાદ માટે સ્કીલ ટ્રેનિંગ ફોર ટ્રાયબલ યુથ, ઈનોવેશન ઈન આર્ટ, ખેતી પશુપાલન, ઓર્ગેનિક ખેતી (સજીવ ખેતી), ડેરી ટેકનોલોજી, બેટરી ટેકનોલોજી (વર્કશોપ) અને મહિલા સશક્તિકરણના સંભવિત વિષયો પર સેમિનાર યોજાશે. સાંજે ૪ થી ૬ વાગ્યા સુધી સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. જેમાં મહાનુભાવો/ સંતોના ઉદબોધન, સન્માન અને અભિવાદન કરાશે. પ્રસિધ્ધ આદિવાસી લોક ગાયકો/ સંગીતકારો દ્વારા કલાની પ્રસ્તુતિ કરાશે. આદિવાસી મહિલા- ખેલ જગત- કૃષિ જગત- શિક્ષણ જગત અને પ્રબુધ્ધ નાગરિકોનું સન્માન કરાશે. રચનાત્મ કાર્ય કરનાર આદિવાસી સંસ્થાનો અને એનજીઓ દ્વારા આદિવાસી ક્ષેત્રોમાં સામાજિક દાયિત્વ માટેના પ્રકલ્પની માહિતી અને સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે પ્રથમ દિવસની ઉજવણી પૂર્ણ થશે. બીજા દિવસે તા. ૨૯ નવેમ્બરના રોજ શુક્રવારે સવારે ૧૦-૦૦ થી ૧૦-૩૦ કલાકે મહાનુભાવો અને મહેમાનઓનું આગમન બાદ સવારે ૧૦-૩૦ થી ૧૧-૩૦ સુધી સેમિનાર યોજાશે. જેમાં મહિલા બાળ સ્વાસ્થય ચકાસણી અને સ્વાસ્થ્ય સંભાળ, મહિલા બાળ (સ્ત્રીરોગ વિશેષજ્ઞ), આર્ટ કલ્ચર, રમત ગમત કૌશલ્ય, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની આદિવાસીઓ માટેની વિશિષ્ટ યોજના અંગે સંવાદ તેમજ રાજ્ય સરકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેનું માર્ગદર્શન જેવા સંભવિત વિષયો પર સેમિનાર યોજાશે. ૧૧-૩૦ થી ૧૨-૩૦ સુધી સ્થાનિક કૃતિને ધ્યાને રાખી સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. ત્યારબાદ ૧ કલાકે મહાનુભાવોની ઉપસ્થિતિમાં બે દિવસીય ઉજવણીની પૂર્ણાહૂતિ કરાશે.

Related posts

Leave a Comment