હિન્દ ન્યુઝ, વલસાડ
રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈ તા. ૨૮/૧૧/૨૪ને ગુરૂવારના રોજ સવારે ૯ કલાકે વાપીથી વલસાડ જવા રવાના થશે. ૯- ૩૦ કલાકે ઔરંગા નદી પર પુલ, શાક માર્કેટના બાંધકામ, વલસાડ સ્ટેટ હાઈવે, આરપીએફ ઓવરબ્રિજથી પારનેરા ફોરલેન કારપેટીંગ, તિથલ- ધરમપુર ચોકડી રોડનું કારપેટીંગ અને વલસાડ નગરપાલિકાના વિવિધ કામોના ખાતમુહૂર્ત કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. આ વિવિધ કામોનું ખાતમુહૂર્ત કાર્યક્રમના સ્થળ (૧) અબ્રામા ધરમપુર રોડ એસટી વર્કશોપ, (૨) ઔરંગા બ્રિજ પાસે વલસાડ – ગુંદલાવ રોડ અને (૩) શાકભાજી માર્કેટ, વલસાડ રહેશે. કાર્યક્રમો પૂર્ણ થયે વાપીમાં મત વિસ્તારોની મુલાકાત લેશે. તા. ૨૯/૧૧/૨૪ને શુક્રવારે સવારે ૯-૩૦ કલાકે વાપી જીઆઈડીસીના વીઆઈએ ખાતે ઓડીટોરિયમનું ખાતમુહૂર્ત કરશે ત્યારબાદ ૧૦ કલાકે પરિયા સ્કૂલ ખાતે બીઆરસી કક્ષાના વિજ્ઞાન મેળામાં ઉપસ્થિત રહેશે.
તા. ૩૦/૧૧/૨૪ને શનિવારે સવારે ૯ કલાકે વાપીથી ચલા જવા રવાના થશે. ૯-૩૦ કલાકે ચલામાં ૬૬ કે.વી. સબ સ્ટેશનનું ભૂમિ પૂજન અને ૧૦-૩૦ કલાકે છીરી ખાતે ૬૬ કેવી સબ સ્ટેશનનું ભૂમિ પૂજન વિધિ કરશે. તા. ૦૧/૧૨/૨૪ને રવિવારે સવારે ૮-૩૦ કલાકે વાપીથી દેગામ જવા રવાના થશે. ૯-૩૦ કલાકે દેગામમાં મનોવિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત કંપાઉન્ડ વોલના ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત રહેશે.