જોડિયા ખાતે શિક્ષક દિવસ સંદર્ભે રાજ્યક્ક્ષાનો વેબિનાર યોજાયો

જોડિયા,

તા. 5-9-2020, બાળકોને વિજ્ઞાન અભિમુખ કરાવવાનાં ઉદેશથી “વિજ્ઞાનકેન્દ્ર…એક વિજ્ઞાન પાઠશાળા” વિષય પર રાજ્યક્ક્ષાના વેબિનારનું આયોજન ગુજકોસ્ટ-ગાંધીનગર પ્રેરિત અને એમ.ડી.મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ-ધ્રોલ સંચાલિત શ્રી એમ.ડી.મહેતા જિલ્લા વિજ્ઞાનકેન્દ્ર-ધ્રોલ અને શ્રી નવજીવન ટ્રસ્ટ-રાજકોટનાં સયુંકત ઉપક્રમે ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન જન્મજયંતી સંદર્ભે શિક્ષક દિવસ ઉજવણી અંતર્ગત કરવામાં આવ્યું. જેમાં ૨૮૦ જેટલા અલગ-અલગ જિલ્લામાંથી બાળકો સામેલ થયા. તજજ્ઞ તરીકે વિજ્ઞાનકેન્દ્ર-ધ્રોલનાં પ્રોગ્રામ ઓફિસર ડૉ.સંજય પંડ્યા રહેલ. તેઓએ બાળકોને શિક્ષક દિવસનું મહત્વ અને વિજ્ઞાનક્ષેત્રે કાર્યરત શિક્ષકોના ઉદાહરણ તેમજ હાથવગા સાધનોની મદદથી વિજ્ઞાનપ્રયોગો કઈ રીતે કરી શકાય તેની પ્રાયોગિક માહિતી આપી. બાળકોને વિજ્ઞાનકેન્દ્રની મદદથી વિજ્ઞાનમાં રસ લેતાં કરવા વિજ્ઞાનની અવનવી પ્રવૃત્તિઓનું નિદર્શન કરવામાં આવેલ.

હાલના કોરોના સમયમાં વિજ્ઞાનકેન્દ્ર એક વિજ્ઞાન પાઠશાળા તરીકે બાળકોને ઘેરબેઠા ઉપયોગી થઇ શકે તેમ છે તેની અનુભૂતિ કરાવામાં આવેલ. આ કાર્યક્રમમાં જુદા-જુદા જિલ્લામાંથી બાળકોને સામેલ કરવા બદલ શ્રી નવજીવન ટ્રસ્ટ-રાજકોટની ટીમને સંસ્થાના ચેરમેન હરસુખભાઈ મહેતા, ટ્રસ્ટી ધર્મેશભાઈ મહેતા, સેક્રેટરી સુધાબેન ખંઢેરિયાએ અભિનંદન પાઠવેલ.

રિપોર્ટર : શરદ રાવલ, હડિયાણા

Related posts

Leave a Comment