યોગ દિવસની પૂર્વ સંધ્યાએ જિલ્લાના પ્રાકૃતિક ધામ દ્રોણેશ્વર ખાતે વિદ્યાર્થીઓ દ્વારા યોગ કરાયા

૨૧ જૂન: આંતરરાષ્ટ્રીય યોગ દિવસ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ 

ગીર સોમનાથ જિલ્લાના પ્રાકૃતિક સૌંદર્ય ધામ એવા દ્રોણેશ્વર ખાતે વિદ્યાર્થીઓ દ્વારા યોગની પૂર્વ સંધ્યાએ યોગ કરીને યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી્.

દ્રોણેશ્વર ખાતે આવેલાં સ્વામિનારાયણ ગુરુકુળના વિદ્યાર્થીઓએ દ્રોણેશ્વર ગુરુકુળ ખાતે દ્રોણેશ્વરની સામે આવેલ ડેમ સાઈટ ખાતે આવેલ હનુમાનજીના મંદિર ખાતે અને ડેમના કેચમેન્ટ એરિયામાં આવેલા પથ્થરો ઉપર યોગની વિવિધ મુદ્રાઓ કરીને યોગ દિવસની ઉજવણીમાં સહભાગી થયાં હતાં.

વિદ્યાર્થીઓ દ્વારા ગુરુકુળમાં યોગ લખેલી મુદ્રાનું નિદર્શન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વિદ્યાર્થીનીઓને દ્વારા વિવિધ યોગ મુદ્રાઓ કરીને યોગ દિવસની પૂર્વ સંધ્યાએ યોગ કરીને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત કરવામાં આવેલ “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ”ની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે જેના ભાગરૂપે અનોખી રીતે યોગ કરીને નાગરિકોને યોગ કરવાનો સંદેશો પાઠવ્યો હતો.

જીવનમાં સ્વસ્થ રહેવા માટે યોગ અને પ્રાણાયામ ખૂબ જ જરૂરી છે. દરરોજ યોગ અને પ્રાણાયામ કરનાર વ્યક્તિઓ તંદુરસ્ત રહે છે. નાગરિકો યોગ પ્રત્યે જાગૃતિ કેળવે અને નિયમિતપણે યોગ કરે તે માટે “સ્વંય અને સમાજ માટે યોગ”ની થીમ સાથે ૧૦માં “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ”ની ઉજવણી કરવા માટે જિલ્લાના લોકોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે.

ગીર સોમનાથ જિલ્લામાં આ સિવાય ચોપાટી ખાતે આદ્રી બીચ, જમજીર ધોધ સહિતની જાણીતી અને પ્રખ્યાત જગ્યાઓએ પણ યોગના કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા છે. જ્યાં નાગરિક સમાજ યોગ દ્વારા પોતાની તંદુરસ્તી સાથે સમાજની તંદુરસ્તી માટે યોગ કરવા જોડાશે.


 

 

 

Related posts

Leave a Comment