યોગ એ આપણી ભારતીય સંસ્કૃતિ અને ઋષિમુનીઓએ માનવજાતને આપેલી અમૂલ્ય ભેટ : મંત્રી કુંવરજીભાઈ બાવળિયા

બોટાદ જિલ્લો થયો યોગમય

હિન્દ ન્યુઝ, બોટાદ 

    ‘સ્વયં અને સમાજ માટે યોગ’ની થીમ સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અંતર્ગત બોટાદ જિલ્લામાં ગુજરાત સરકારના જળ સંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષસ્થાને બોટાદ ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. મંત્રીની ઉપસ્થિતિમાં મહેમાનો અને બોટાદવાસીઓએ યોગાસનો કરી તાજગી મેળવી હતી.

 

આ અવસરે મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ પોતાના જુસ્સાદાર પ્રવચનમાં જણાવ્યું હતું કે, “યોગ, એ આપણી ભારતીય સંસ્કૃતિ છે. આપણાં ઋષિમુનીઓએ માનવજાતને આપેલી અમૂલ્ય ભેટ છે. વિશ્વની સમસ્ત માનવજાતને તેનો લાભ મળે તેવા ઉમદા આશયથી આપણાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ યુનાઇટેડ નેશન્સની મહાસભામાં વર્ષ ૨૦૧૪માં ૨૧ મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે મનાવવા માટે પ્રસ્તાવ મૂક્યો અને યુનાઇટેડ નેશન્સની મહાસભાએ આ પ્રસ્તાવનો સ્વીકાર કરી, ૨૧ મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાનો ઐતિહાસિક નિર્ણય લીધો અને ત્યારથી એટલે કે, ૨૧ મી જૂન, ૨૦૧૫ થી દર વર્ષે સમગ્ર વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરે છે.”


Advt.

Related posts

Leave a Comment