પ્રાકૃતિક ખેતી આપણી અને આપણાં પરિવાર માટે ફાયદાકારક ખેતી છે- પરમાભાઈ

પ્રાકૃતિક ગુજરાત, પ્રાકૃતિક મહીસાગર

હિન્દ ન્યુઝ, મહીસાગર

સમગ્ર રાજ્યમાં ધીમે ધીમે પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધી રહ્યો છે ત્યારે મહીસાગર જિલ્લાના ઘણા બધા ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી તરફ વાળવા લાગ્યા છે. જિલ્લાના ખાનપુર તાલુકાના બાબલિયા ગામના ખેડૂત પરમાભાઇ વણકર પણ પોતાના ખેતરમાં પ્રાકૃતિક ખેતી કરી દર વર્ષે ઉત્પાદન અને આવક બમણું મેળવતા થયા છે.

 

દિન-પ્રતિદિન વધી રહેલી આરોગ્યની સમસ્યાઓ અને રસાયણયુકત ખેતીથી થતાં નુકસાન અંગેનો ખ્યાલ આવતા ખેડૂત પરમાભાઈએ છેલ્લા ૪ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરવાનું ચાલુ કર્યું હતું. ગયા વર્ષે તેમણે પોતાના ખેતરમાં મકાઇ,તુવેર,મરચી અને રીંગણ નું વાવેતર કર્યું હતું આ વાવેતર થકી તેમણે દર વર્ષ કરતાં ૩૦ હજારથી વધુનો ફાયદો થયો હતો.

વધુમાં પરમાભાઈ જણાવે છે કે સરકાર તરફથી મને મોર્ડન ફાર્મ બનાવવામાં માટે ૧૩,૫૦૦ ની સહાય મળી છે. સાથે છેલ્લા બે વર્ષથી હું મારા ખેતરમાં ગાય આધારિત ખેતીમાં જીવામૃત, ઘનજીવામૃત પદ્ધતિ દ્વારા પ્રાકૃતિક ખેતી થકી દરેક આયામોનો ઉપયોગ કરી ઉત્પાદન અને આવકમાં વધારો થયો છે.

 તેમણે જણાવ્યું હતું કે, દરેક ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ. આ ખેતી થકી આપણે અને આપણાં પરિવારનો ફાયદો છે. પ્રાકૃતિક ખેતી ઝેરમુક્ત ખેતી છે અને આના ઉપયોગ થકી આપણે નીરોગી જીવન પસાર કરી શકીએ છીએ.

રિપોર્ટર : દિનેશ પરમાર, મહિસાગર


Advt.

 

 

 

 

 

Related posts

Leave a Comment