બોટાદમાં 741 પોલીસ, હોમગાર્ડ અને જીઆરડીના જવાનોએ પોસ્ટલ બેલેટ પેપર મારફતે મતદાન કરી પોતાની પવિત્ર ફરજ અદા કરી

હિન્દ ન્યુઝ, બોટાદ

બોટાદ જિલ્લામાં વિધાનસભાની સામાન્ય ચુંટણી – ૨૦૨૨ અંતર્ગત ચૂંટણી ફરજ પર રોકાયેલા પોલીસ વિભાગના કર્મયોગીઓ પોસ્ટલ બેલેટ મારફત મતદાન કરી શકે તે હેતુથી બોટાદ જિલ્લાની પોલીસ અધિક્ષકની કચેરી ખાતે આજે પોલીસ, હોમગાર્ડ તેમજ જીઆરડીના જવાનો માટે પોસ્ટલ બેલેટથી મતદાન યોજાયું હતું. આ તકે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા એસ.પી.કચેરી ખાતે પોસ્ટલ બેલેટથી મતદાન કરવા માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી હતી.

ત્યારે આજે 741 જેટલાં ચૂંટણી ફરજમાં રોકાયેલા પોલીસ કર્મચારીઓએ પોસ્ટલ બેલેટથી મતદાન કરી લોકશાહીના મહાપર્વમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. વધુમાં બોટાદ જિલ્લામાં ફરજ બજાવતા અને ચૂંટણી કામગીરીમાં રોકાયેલ અન્ય જિલ્લામાં મતદાર તરીકે નોંધાયેલા કર્મયોગીઓ આગામી તા.૨૪ નવેમ્બર ૨૦૨૨ના રોજ પોસ્ટલ બેલેટ મારફતે મતદાન કરશે.

રિપોર્ટર : સંજય ડણીયા બોટાદ

Related posts

Leave a Comment