દ્નારકા શારદા પિઠાધિશ્વર જગદ્ગુરૂ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતી મહારાજનું સોમનાથ ખાતે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગરીમામય સ્વાગત કરવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, સોમનાથ

દ્વારકા શારદા પિઠાધિશ્વર ગાદિ પર બિરાજમાન થયા બાદ પ્રથમ વખત સોમનાથની પાવનભૂમિ પર જગદ્ગુરૂ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતી મહારાજનું ગરીમામય સ્વાગત કરવામાં આવ્યુ હતું.

શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવેલ હતો, જેમાં શ્રી સોમનાથ મંદિરના પૂજારીઓ તથા સોમનાથ સંસ્કૃત પાઠશાળાના ઋષીકુમારો દ્વારા ભદ્રસુક્તના વેદોક્ત મંત્રોથી સ્વામીજીનુ સ્વાગત કરેલ, ત્યાર બાદ રૂદ્રાક્ષમાળા-પુષ્પહાર, સોમનાથ મહાદેવની છબી સાથે સચિવ યોગેન્દ્રભાઇ દેસાઇના હસ્તે જગદ્ગુરૂ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતી મહારાજનું સ્વાગત કરવામાં આવેલ હતું. સોમનાથ મંદિરના પુજારીશ્રીઓ – ઋષીકુમારોનું વૈદિક શ્લોકગાન અને ઢોલ શરણાઇએ વાતાવરણને ભવ્ય સાથે દિવ્ય બનાવ્યુ હતુ. અને આ ભવ્ય સન્માનની સુવાસ પ્રભાસ ક્ષેત્રમાં ફેલાય હતી.

આ પ્રસંગે શ્રી સોમનાથ મંદિરના પુજારીઓ, ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, વિઆઇપી ગેસ્ટહાઉસ કેરટેકર જીતુપુરી ગૌસ્વામી, પ્રભાસપાટણના તિર્થપુરોહિતો, સ્થાનીક અગ્રણીઓ સહિત લોકો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.

Related posts

Leave a Comment