ધ્રોલ તાલુકાની પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન કેન્દ્રો માટે સંચાલકની નિમણૂંક કરાશે

હિન્દ ન્યુઝ, ધ્રોલ

   જામનગર જિલ્લામાં આવેલા ધ્રોલ તાલુકામાં ધરમપુર પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજન કેન્દ્ર માટે સંચાલક, મદદનીશ અને રસોયાની જગ્યાઓ ભરવાની છે. સંચાલક માટે ધોરણ 10 પાસ, રસોયા અને મદદનીશ માટે ધોરણ 7 પાસ શૈક્ષણિક લાયકાત નિર્ધારિત કરવામાં આવી છે. આ તમામ જગ્યાઓ માટે 20 વર્ષથી 60 વર્ષ સુધીની વય મર્યાદા નિર્ધારિત કરવામાં આવી છે.

જેમાં ફરજ બજાવવા અંગે ઈચ્છુક ઉમેદવારોએ આગામી તારીખ 05 જુલાઈ સુધીમાં તેમનું નિયત નમૂના સાથેનું અરજી પત્રક ધ્રોલ મામલતદાર કચેરીની મધ્યાહન ભોજન શાખામાંથી કચેરી સમય દરમિયાન આવીને રૂબરૂ મેળવી લેવાનું રહેશે. અરજદારોએ આ અરજી પત્રકમાંં સંપુર્ણ સાચી વિગતો ભરીને અત્રેની કચેરીએ આગામી તારીખ 05 જુલાઈ સુધીમાં કચેરી સમય દરમિયાન આવીને રૂબરૂ જમા કરાવવાનું રહેશે.

ઉક્ત ભરતી માટે સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્ર મુજબ યોગ્યતા ધરાવતા સંચાલક કમ કુક કમ હેલ્પર ઉમેદવારને પસંદગીમાં અગ્રતા આપવામાં આવશે. સુનિશ્ચિત સમય મર્યાદા બાદ મળેલ અરજીઓ ધ્યાનમાં લેવામાં આવશે નહીં. તેમ મામલતદાર, ધ્રોલની યાદીમાં જણાવવામાં આવ્યું છે.


Advt.

 

 

 

 

Related posts

Leave a Comment