હવામાન કેન્દ્ર અમદાવાદ દ્વારા ઉષ્ણ અને ભેજયુક્ત હવામાનની આગાહી

હિન્દ ન્યુઝ, આણંદ      હવામાન કેન્દ્ર અમદાવાદ દ્વાર આગામી તા.૩૧ મે સુધી ઉષ્ણ અને ભેજયુકત હવામાનની આગાહી આપવામાં આવી છે. હવામાન કેન્દ્ર અમદાવાદની ઉક્ત આગાહીમાં આણંદ જિલ્લાનો પણ સમાવેશ પણ થાય છે.જે અંતર્ગત આણંદ જિલ્લામાં તા. ૩૧ મે ૨૦૨૪ સુધી ગરમ અને ભેજયુક્ત હવામાન રહેવાની આગાહી કરવામાં આવી છે.   હવામાન વિભાગની આગાહીને ધ્યાને લઈ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર, આણંદ દ્વારા જિલ્લાના તમામ નાગરિકોને તા. ૩૧ મે સુધી હીટ વેવ અને હિટ સ્ટ્રોકથી બચવા જરૂરી પગલા લેવા અપીલ કરવામાં આવી છે. ઉપરોક્ત બાબતોને ધ્યાને લઈ આણંદ જિલ્લાના નાગરિકોને હિટ…

Read More

જિલ્લાની તમામ અદાલતોમાં તા.૨૨/૦૬/૨૦૨૪ના રોજ નેશનલ લોક અદાલત યોજાશે

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ    નેશનલ લીગલ સર્વિસ ઓથોરીટી, ન્યુ દિલ્હીના આદેશ અનુસાર ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ તા. ૨૨/૦૬/૨૦૨૪ ના રોજ ગીર- સોમનાથ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા જિલ્લામાં પક્ષકારો વચ્ચે સમાધાનથી કેસો પૂરા થાય તેવા હેતુસર નેશનલ લોક અદાલત યોજાશે. આ લોક અદાલતમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ-૧૩૮ના કેસ, સમાધાન લાયક ફોજદારી કેસો, દિવાની દાવાઓ, બેન્ક લેણાના કેસ, વાહન અકસ્માતના કલેઈમના કેસ, લેબર કેસ, વીજબીલ, પાણીબીલ, સર્વિસ મેટર, રેવન્યુ મેટર, લગ્નસંબંધી તકરારોના કેસ, જમીન સંપાદનને લગતા કેસ મૂકી શકાશે. જે પક્ષકારો કેસ મૂકવા માંગતા હોય…

Read More

જિલ્લા મેજિસ્ટ્રેટ દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા જિલ્લાના તમામ જાહેર સ્થળો અને વિવિધ જાહેર જગ્યાઓએ લોકોની સુરક્ષા માટે કડક કાર્યવાહીનાં આદેશો

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ     જિલ્લામાં ફાયર સેફ્ટીને લઈને સાવચેતીના ભાગરૂપે જિલ્લા મેજિસ્ટ્રેટ દિગ્વિજયસિંહ ડી. જાડેજા દ્વારા વેરાવળ ખાતે આવેલ સાંચી સિનેમામાં ફાયર સેફ્ટી બાબતેનાં નિયમોનું પાલન ન થતું હોવાનું તથા ઘણાં લાંબા સમયથી સિનેમા લાયસન્સ રિન્યૂ ન કર્યા હોવાનું ધ્યાને આવતા તા.૧૭/૦૫/૨૦૨૪ના રોજ કારણદર્શક નોટિસ આપવામાં આવેલ તેમ છતાં ફાયર સેફ્ટીનું એન.ઓ.સી. રિન્યૂ ન કરાવતા, સદરહુ સિનેમા લાઇસન્સ સસ્પેન્ડ કરી અને સીલ કરવામાં આવ્યું છે. અત્રેથી ઉલ્લેખનીય છે કે ગત તા.20/05/2024 નાં રોજ કોડીનાર ખાતે આવેલ ન્યુ એરા સિનેમાઘર ખાતે ફાયર સેફટીનાં સાધનોની ત્રુટિ ધ્યાને આવતા તે સિનેમાઘર…

Read More

સરકારી ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ જામનગર ખાતે રાષ્ટ્રીય ઓરલ મેડિસિન અને રેડીયોલોજી દિવસની ઉજવણી કરાઈ

હિન્દ ન્યુઝ, જામનગર      જામનગરની સરકારી ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ દ્વારા વિવિધ દિવસો અને તહેવારોની ખાસ ઉજવણી કરવામાં આવે છે. આ સંસ્થાના ઓરલ મેડિસિન અને રેડિયોલોજી વિભાગના પ્રાધ્યાપક અને વડા ડો.રીટા ઝા ના માગદર્શન હેઠળ “રાષ્ટ્રીય ઓરલ મેડિસિન અને રેડિયોલોજી દિવસ”ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.આ ઉજવણી અંતર્ગત “યુથ અવેરનેસ ડ્રાઈવ, ડેન્ટલ ડમ શરાઝ સ્પર્ધા તથા ઓરલ મેડિસિનના નિષ્ણાંત એવા અમદાવાદનાં પ્રસિદ્ધ ડો.ભાવિન દુધિયા દ્વારા લેકચરનું આયોજન કરવામાં આવ્યું હતું. યુથ અવેરનેસ ડ્રાઈવ અંતર્ગત વિભાગના ડોકટરો દ્વારા જામનગરની ડિ.કે.વી. આર્ટસ તથા સાયન્સ કોલેજ, એસ.વી.ઈ.ટી. પોલીટેકનીક કેલેજ, ફિઝીયોથેરાપી અને નર્સિંગ…

Read More

જિલ્લાકક્ષા સ્પોર્ટ્સ કોલેજ (DLSC) માટે તા. ૨૭/૦૫/૨૦૨૪ થી ૧૫/૦૬/૨૦૨૪ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર        સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ માં દરેક જિલ્લામાં “જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ કોલેજ “ શરૂ કરવામાં આવનાર છે. જે અંતર્ગત પ્રથમ તબકા માં ૪ ઝોનમાં ૪ જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ કોલેજ (DLSC) શરૂ કરવા માટે રસ ધરાવતી સંસ્થાઓ જેવી કે સરકારી તથા ખાનગી કોલેજો કે સંસ્થાઓ પાસેથી તા. ૨૭/૦૫/૨૦૨૪ થી ૧૫/૦૬/૨૦૨૪ સુધી ઓનલાઈન અરજીઓ મંગાવામાં આવે છે. જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ કોલેજ અંગેની ઓનલાઈન અરજી sportsauthority.gujarat.gov.in વેબસાઇટ પરથી કરી શકશે . જ્યારે “જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ કોલેજ “ પસંદગી માટેના ધારા-ધોરણો રમતગમત,યુવા અને સાંસ્ક્રુતિક પ્રવુતિઓ…

Read More

ભાવનગર પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ખાતે ઇન્ટરનેટ કનેક્ટીવીટીમા ટેકનિકલ ખામીનાં અભાવે (ડ્રાઇવિંગ ટેસ્ટ સિવાય) સંબંધિત તમામ કામગીરી બંધ રહેશે

હિન્દ ન્યુઝ, ભાવનગર     ભાવનગર પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ખાતે તા.૨૭-૦૫-૨૦૨૪ ના રોજ GSWAN ઇન્ટરનેટ કનેક્ટીવીટીમા ટેકનિકલ ખામી સર્જાતા, ઇન્ટરનેટના અભાવે વાહન તથા સારથી (ડ્રાઇવિંગ ટેસ્ટ સિવાય) સંબંધિત તમામ કામગીરી બંધ રહેશે. ઉક્ત્ત સમસ્યાનુ નિવારણ લાગતા અંદાજિત ૨ (બે) દિવસનો સમય લાગી શકે તેમ છે,આથી અત્રેની કચેરી ખાતે વાહન તથા ડ્રાઇવિંગ લાયસન્સ સંબંધિત તમામ કામગીરી સંપૂર્ણપણે બંધ રહેશે.જ્યારે ડ્રાઇવિંગ ટેસ્ટની કામગીરી રાબેતા મુજબ શરૂ રહેશે તેવું પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી ભાવનગરની યાદીમાં જણાવાયું છે.  

Read More