હિન્દ ન્યૂઝ, ભાવનગર,
ચોગઠ ગામે આવેલ કાળુભાર નદીમાં ન્હાવા પડેલ બે બાળકો નદીના પાણીમાં ડુબવા લાગેલ તેને બચાવવા નદીમાં છલાંગ લગાવેલ અન્ય બે વ્યક્તિ પણ ડુબી જતા નાનકડા એવા ગામમાં એકસાથે ચાર લોકોના મોત નિપજ્યા હતા. ચોગઠ ગામે રહેતા દર્શન મનજીભાઇ ડાભી (ઉ.વ.16) તથા દર્શન રાજુભાઇ કંડોલીયા (ઉ.વ.19) કાળુભાર નદીની પાસેની વાડીમાં કપાસ વીણવાનુ કામ કરતા હોય ત્યાથી નદીમાં ન્હાવા પડેલ અને લપસણી માટીને કરાણે પગ લપસતા બન્ને નદીમાં ડુબવા લાગેલ બન્નેને ડુબતા જોઇ પાસેની વાડીમાં કામ કરતા સુરેશભાઇ અરજણભાઇ જાદવ (ઉ.વ.43 રતનપર, હાલ.રે.ચોગઠ) તેમને બચાવવા નદીમાં છલાંગ લગાવી, પરંતુ નદીમાં પાણીનો પ્રવાહ વધુ હોય તેઓ ડુબવા લાગ્યા હતા અને ત્રણેય લોકો ડુબવા લાગેલ, જેને બચાવવા નજીકમાં વાડીમાં કામ કરતા દિનેશભાઇ પરશોતમભાઇ ચૌહાણે (ઉ.વ.45) પણ નદીમાં ડુબકી લગાવી અને તેઓ પણ નદીના પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. ચાર વ્યક્તિઓ ડુબ્યાની જાણ થતા ગ્રામજનો, સ્થાનિક તરવૈયાઓ, ઉમરાળા પોલીસ સ્ટાફ, મામલતદાર અને ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને ચારેય વ્યક્તિની શોધખોળ હાથ ધરાઇ હતી અને મોડી સાંજ સુધીમાં સુરેશભાઇ તથા દર્શનભાઇ ડાભીનો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે દર્શન કંડોરીયા તથા દિનેશ ચૌહાણનો મૃતદેહ ન મળી આવતા શોધખોળ હાથ ધરી છે. આજે સવારે પણ આ શોધખોળ જારી છે. આ ઘટનાની કણાએ છે કે પિતાને મજુરી ન મળતી હોય પુત્રો કામે ગયા હતા અને મોત આંબી ગયું. દર્શન ડાભી તથા દર્શન કંડોરીયા હાલ કોરોનાને કારણે થયેલ લોકડાઉનમાં ભણતર બંધ હોય અને પિતાની મજુરી કામ પણ બંધ હોય પરિવારનુ ગુજરાન ચલાવવા મજુરી રાખી વાડીએ કપાસ વીણવા ગયા હતા અને આ ઘટના સર્જાઇ હતી.
રિપોર્ટ : મયુર જાની, ભાવનગર