અરવલ્લી જીલ્લા એલ.સી.બી. ધ્વારા IPL T.20 દુબઇ ખાતે ચાલતી સનરાઇઝ ઇલેવન અને કિંગ ઇલેવન પંજાબ વચ્ચેની મેચ દરમ્યાન સટ્ટા બેટીંગનો જુગાર રમી રમાડતાં મેઘરજ ખાતેથી એક આરોપીને પકડી પાડતી એલ.સી.બી. અરવલ્લી

હિન્દ ન્યૂઝ, અરવલ્લી,

પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી (ડી.જી.પી.) ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓ દ્વારા તેમજ અભય ચુડાસમા, પોલીસ મહાનિરીક્ષક ગાંધીનગર વિભાગ, ગાંધીનગર નાઓએ આપેલ સૂચનાઓ મુજબ સંજય ખરાત, પોલીસ અધિક્ષક અરવલ્લી, મોડાસા નાઓ દ્વારા અરવલ્લી જીલ્લામાં પ્રોહી/જુગાર અંગે અસરકારક કામગીરી કરવા માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવેલ. ઉપરોકત સૂચનાઓ અને માર્ગદર્શન મુજબ આર.કે.પરમાર, પોલીસ ઇન્‍સ્પેકટર, એલ.સી.બી અરવલ્લી તથા એલ.સી.બી. સ્ટાફના માણસો (૧) અ.હે.કો. દિલીપભાઇ રામાભાઇ (ર) અ.હે.કો મનીશકુમાર બાબુલાલ તથા (૩) અ.પો.કો નિલેશકુમાર વિષ્ણુભાઇ સાથે આજરોજ પ્રોહી/જુગાર અંગે પેટ્રોલીંગમાં મેઘરજ વિસ્તારમાં હતા. દરમ્યાન માલપુર રોડ ઉપર આવેલ ફીટ ઇન્ડીયા જીમની આગળના ભાગે ખુલ્લી જગ્યામાં એક ઇસમ ઓન લાઇન જુગાર રમાડે છે તેવી બાતમી હકીકત આધારે સદરી ઇસમ સોહેલ ઉર્ફે માય નેમ ઇઝ ખાન સ/ઓ મુસાભાઇ બાકરોલીયા રહે.ઘાંચીવાડા, મેઘરજ તા.મેઘરજ જિ.અરવલ્લી નાને કોર્ડન કરીને પકડી લેવામાં આવેલ. તેની પાસેથી મોબાઇલ ફોન-૧ ઓપો કંપનીનો એફ-૧૧ કિ.રૂ.૫,૦૦૦/- નો તથા રોકડ રકમ રૂ.૯૦૦/- મળી આવેલ. સદરી મોબાઇલને ચેક કરતાં વોટસપ ચેટીંગમાં અલગ અલગ નામોના ઇસમોએ અલગ અલગ ભાવ લખી ઓન લાઇન ચેટીંગ કરેલાની હકીકત મળી આવેલ. જેથી સદર ઇસમ પાસેથી મોબાઇલ નંગ-૧ કિં.રૂ.૫,૦૦૦/- તથા સદરી ઇસમ પાસેથી અલગ અલગ દરની ચલણી નોટો મળી કિં.રૂ.૯૦૦/- નો મુદ્દામાલ રીકવર કરવામાં આવેલ. આમ અરવલ્લી જીલ્લા એલ.સી.બી.પોલીસ ધ્વારા મેઘરજ વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન IPL T.20 દુબઇ ખાતે ચાલતી સનરાઇઝ ઇલેવન અને કિંગ ઇલેવન પંજાબ વચ્ચેની મેચ દરમ્યાન સટ્ટા બેટીંગનો જુગાર રમી રમાડતાં એક આરોપી પકડી પાડવામાં સફળતા સાંપડેલ છે.

રિપોર્ટર : મુન્ના ખાન પઠાણ, મોડાસા

Related posts

Leave a Comment