સરકારી ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ જામનગર ખાતે રાષ્ટ્રીય ઓરલ મેડિસિન અને રેડીયોલોજી દિવસની ઉજવણી કરાઈ

હિન્દ ન્યુઝ, જામનગર 

    જામનગરની સરકારી ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ દ્વારા વિવિધ દિવસો અને તહેવારોની ખાસ ઉજવણી કરવામાં આવે છે. આ સંસ્થાના ઓરલ મેડિસિન અને રેડિયોલોજી વિભાગના પ્રાધ્યાપક અને વડા ડો.રીટા ઝા ના માગદર્શન હેઠળ “રાષ્ટ્રીય ઓરલ મેડિસિન અને રેડિયોલોજી દિવસ”ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.આ ઉજવણી અંતર્ગત “યુથ અવેરનેસ ડ્રાઈવ, ડેન્ટલ ડમ શરાઝ સ્પર્ધા તથા ઓરલ મેડિસિનના નિષ્ણાંત એવા અમદાવાદનાં પ્રસિદ્ધ ડો.ભાવિન દુધિયા દ્વારા લેકચરનું આયોજન કરવામાં આવ્યું હતું. યુથ અવેરનેસ ડ્રાઈવ અંતર્ગત વિભાગના ડોકટરો દ્વારા જામનગરની ડિ.કે.વી. આર્ટસ તથા સાયન્સ કોલેજ, એસ.વી.ઈ.ટી. પોલીટેકનીક કેલેજ, ફિઝીયોથેરાપી અને નર્સિંગ કોલેજની મુલાકાત લઈ ત્યાંના છાત્રોમાં તમાકુની આડઅસર વિશે જાગૃતતા ફેલાવવા લેકચર તથા કિવઝનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ ઉજવણીને સફળ બનાવવા સંસ્થાના વડા શ્રી ડો.નયના પટેલ તેમજ વિભાગના ડો.યેશા જાની, ડો.માનસી ખત્રી, ડો.અભિષેક નીમાવત, ડો.કાજલ શીલુ તથા ડો.ફોઝીયા પઠાણે જહેમત ઉઠાવી હતી.


Advt.

 

 

Related posts

Leave a Comment