ધ્રાંગધ્રા સિવિલ હોસ્પિટલમાં MLA ગ્રાન્ટમાં થી ફાળવેલ મેડિકલ મશીનરીનું આઈ કે જાડેજા અને ધારાસભ્ય સાબરીયા ના હસ્તે લોકાર્પણ

હિન્દ ન્યુઝ, ધ્રાંગધ્રા

કોરોના એ વિશ્વ સાથે ભારત દેશની પણ કમર તોડી નાખી હતી પણ સમસ્યા નો સામનો કરવાનાં હકારાત્મક અભિગમ સાથે મોદી સરકારે અનેક કાર્યો હાથે લીધા જેમાં આરોગ્ય ક્ષેત્રે પડતી મુશ્કેલી થી લઇ ને રસીકરણ કાર્યક્રમ ને ભારે પ્રસંશા મળી હતી. રાજ્ય સરકારે જુદા જુદા જિલ્લા અને તાલુકાઓ માં ઓક્સિજન પ્લાન્ટ સહીત અન્ય જરૂરી ખૂટતા સાધનો માટે ધારાસભ્ય ગ્રાન્ટ વાપરવા માટે ખાસ ધ્યાન આપ્યું હતું.

ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ માં આજ રોજ પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજા અને ધારાસભ્ય પરષોત્તમ સાબરીયા ના વરદ હસ્તે મેડિકલ ઇકવીપમેન્ટ નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં દર્દીઓ માટે 30 નવા આધુનિક બેડ સાથે, ડિજિટલ બાઈપેપ મશીન, ડિજિટલ એક્સરે મશીન તેમજ લેબોરેટરી સેપરેટર કે જે રક્તકણ અને શ્વેતકણ ચેક કરવા ઉપયોગી છે તેવા કુલ 18 લાખ 28 હજાર ની કિંમત ના ઇકવીપમેન્ટને જાહેર જનતાના હિતાર્થે હોસ્પિટલ માં આજ થી ખુલ્લા મુકવામાં આવ્યા હતા. આ લોકાર્પણમાં ધ્રાંગધ્રા ભાજપ શહેર સંગઠન, મેડિકલ સ્ટાફ અને મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : સલીમ ઘાંચી, ધ્રાંગધ્રા

Related posts

Leave a Comment