આણંદ જનરલ હોસ્પિટલ ખાતે ઓપરેશન થિયેટર કાર્યરત

હિન્દ ન્યુઝ, આણંદ     જનરલ હોસ્પિટલ આણંદના મુખ્ય જિલ્લા તબીબી અધિકારી સહ સિવિલ સર્જન ડોક્ટર અમર પંડ્યાના જણાવ્યા મુજબ જનરલ હોસ્પિટલ, આણંદ ખાતે ઓપરેશન થિયેટર રીનોવેશનની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે અને હવે ઓપરેશન થિયેટર સંપૂર્ણ રીતે કાર્યરત બન્યું છે. આણંદની આ જનરલ હોસ્પિટલ ખાતે જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતેથી સગર્ભા મહિલાઓને સિઝેરિયનનું ઓપરેશન કરવાનું થાય તેવા કિસ્સામાં તેમને રિફર કરવામાં આવે છે, પરંતુ જનરલ હોસ્પિટલ, આણંદ ખાતે ઓપરેશન થિયેટર રીનોવેશનની કામગીરી કરવાની હોવાથી જિલ્લાના તમામ આરોગ્ય કેન્દ્રોને અગાઉથી જાણ કરવામાં આવી હતી. જેના કારણે આણંદ જનરલ હોસ્પિટલના…

Read More

કરમસદ ખાતે આરોગ્ય વિભાગની ૬૩ ટીમો દ્વારા ૩૪૦૨ ઘરોનું સર્વેલન્સ કરાયું

હિન્દ ન્યુઝ, આણંદ    જિલ્લા વિકાસ અધિકારી મિલિંદ બાપનાની સૂચના અને માર્ગદર્શન મુજબ આરોગ્ય વિભાગની ટીમો દ્વારા આણંદ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ચોમાસાની ઋતુ પૂર્વે અગમચેતીના ભાગરૂપે વિવિધ આરોગ્યલક્ષી કામગીરી કરવામાં આવી રહી છે.         જે અંતર્ગત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.દિપક પરમાર અને જિલ્લા મલેરિયા અધિકારી ડૉ. રાજેશ પટેલની રાહબરી હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, કરમસદ અને તેની આસપાસના વિસ્તારમાં ચોમાસાની ઋતુને ધ્યાને લઈને પૂર્વતૈયારીના ભાગરૂપે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા વાહકજન્ય રોગો હાઉસ ટુ હાઉસ સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી છે.         તાલુકા હેલ્થ ઓફિસર…

Read More

જામનગરમાં જનસેવા કેન્દ્રના સમયમાં ફેરફાર કરાયો

હિન્દ ન્યુઝ, જામનગરમાં    વર્તમાન સમયમાં ઉનાળાની ઋતુને ધ્યાનમાં રાખતા હવામાન વિભાગ દ્વારા આગામી તારીખ 31/05/2024 સુધી હીટવેવની આગાહી કરવામાં આવી છે. જે બાબતને અનુલક્ષીને જનસેવા કેન્દ્ર, મામલતદાર કચેરી, જામનગર શહેર અને જનસેવા કેન્દ્ર, મામલતદાર કચેરી, જામનગર ગ્રામ્યના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તેથી આગામી તારીખ 27/05/2024 થી નવી સુચના બહાર ન પાડવામાં આવે તે તારીખ સુધી ઉક્ત બંને કચેરીના જનસેવા કેન્દ્રનો સમય સવારના 09:00 કલાકથી બપોરના 01:00 કલાક સુધી અને સાંજના 04:00 થી 06:00 સુધી રાખવામાં આવ્યો છે. જેની જામનગરની તમામ જાહેર જનતાને ખાસ નોંધ લેવા અંગે મામલતદાર, જામનગર…

Read More

જામનગર જિલ્લાના પગડીયા માછીમારોએ લાયસન્સ મેળવી લેવાનું રહેશે

હિન્દ ન્યુઝ, જામનગર     મત્સ્યોધોગ નિયામક, ગાંધીનગર તથા અત્રેની કચેરીના પરિપત્ર મુજબ જામનગર જિલ્લામાં દરિયાઈ કાંઠાના પ્રાદેશિક જળવિસ્તારમાં આગામી તારીખ 01/06/2024 થી તારીખ 31/07/2024 સુધી યાંત્રિક બોટો દ્વારા થતી આંતરદેશીય અને પ્રાદેશિક જળક્ષેત્રમાં માછીમારી કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેમજ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, જામનગર દ્વારા પ્રસિદ્ધ કરાયેલા જાહેરનામા મુજબ જામનગર જિલ્લાના સમગ્ર વિસ્તારના દરિયા કાંઠેથી કે ક્રીક એરીયામાં કોઈપણ માછીમારોએ કે અન્ય કોઈ વ્યક્તિઓએ માછીમારી માટે કે અન્ય કોઈ હેતુસર સમુદ્રમાં એરીયામાં ન જવા અને કોઈપણ બોટની અવર-જવર ન કરવા માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ પ્રતિબંધમાંથી નોન…

Read More

૨૮મી, મે એ ભાવનગરના કસ્બા અંજુમને ઈસ્લામ, શેલારશા રોડ ખાતે સેમિનાર યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર       મદદનીશ નિયામક (રોજગાર) કચેરી, ભાવનગર દ્વારા કસ્બા અંજુમને ઈસ્લામ, શેલારશા રોડ, ભાવનગર ખાતે તા.૨૮/૦૫/૨૦૨૪ને મંગળવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે લઘુમતી સમાજના ભાઈઓ/બહેનો માટે રોજગારી કાર્ડ નોંધણી કેમ્પ તેમજ કારકિર્દી અંગે માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી રોજગારી કાર્ડ નોંધણી માટે ઉપરોક્ત સ્થળે, તારીખ અને સમયે પોતાની શૈક્ષણિક લાયકાતના જરૂરી પ્રમાણપત્રો અને માર્કશીટ તથા જાતિના આધાર પુરાવાની ઓરીઝનલ તેમજ ઝેરોક્ષ કોપી અને પારાપોર્ટ સાઈઝ ફોટો-૧ સાથે સ્વખર્ચે હાજર રહેવા મદદનીશ નિયામકની અખબારી યાદીમાં જણાવાયું છે. Advt.

Read More